Monday, 09 Sep, 6.10 pm Connect Gujarat

હોમ
અરવલ્લી : બાયડ અને ભિલોડા નજીક ત્રણ અલગ અલગ અકસ્માતમાં 2 લોકોના મોત

અરવલ્લી જીલ્લામાં બેફામ ગતિએ હંકારતા વાહન ચાલકોને પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બાયડ-કપડવંજ રોડ પર આવેલ સાંઈવીલા રેસીડેન્સી નજીક એક ગેસ ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તેમજ ભિલોડા તાલુકાના વજાપુર ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં બાયડના સુંદરપુરા ગામના જગદીશ રતિભાઈ પંચાલ બાઈક લઈ સાંઈવીલા રેસીડેન્સી નજીકથી પસાર થતા હતા તે દરમ્યાન ગેસ ટેન્કર નં. GJ 06 AV 6966ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક જગદીશ પંચાલ રોડ પર પટકાતા ગેસ ટેન્કરનું ટાયર શરીર પર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે j કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જિ ટેન્કર ચાલક ટેન્કર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના પુત્ર રિકેશ પંચાલની ફરિયાદના આધારે ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તો, ભિલોડા તાલુકાના વજાપુર ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બનતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી. ચોરીમાલા ગામના વિષ્ણુ રમેશ ગામેતી બાઈક લઈ વજાપુર ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે સામેથી આવતી એક અન્ય બાઈકના ચાલક બ્રિજેશ અમૃત ડામોરે પુરઝડપે બાઈક હંકારી ભટકાવી દેતા બન્ને બાઈક ચાલક રોડ પર પટકાતા વિષ્ણુ રમેશ ગામેતીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેઓનું મોત નીપજ્યું હતું. બ્રિજેશ ડામોર અને બાઈક સવાર જગદીશ ડામોરના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં ભિલોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના ભાઈ અક્ષય ગામેતીની ફરિયાદના આધારે બ્રિજેશ ડામોર વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ બાયડ-ધનસુરા રોડ પર આવેલી દર્શન હોટલ નજીક કાર અને બુલેટ બાઇક વચ્ચે અન્ય એક અકસ્માતની ઘટના બનતા બુલેટ બાઇક ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati
Top