Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભરૂચ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઝઘડીયા ખાતે ઉજવણી કરાશે, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા કરશે ધ્વજવંદન

Connect Gujarat 1 week ago

દેશના સ્વતંત્રતા પર્વ 15 મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે ભરૂચ જિલ્લાના ઝધડીયા ખાતે મિશન હાઈસ્કૂલના મેદાન ખાતે રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહભેર યોજાશે જેમાં…

દેશના સ્વતંત્રતા પર્વ 15 મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે ભરૂચ જિલ્લાના ઝધડીયા ખાતે મિશન હાઈસ્કૂલના મેદાન ખાતે રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહભેર યોજાશે જેમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા ધ્વજવંદન કરશે.આ ઉજવણીનું આયોજન સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જેમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લગતી વિવિધ કામગીરીઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપેસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર, વિવિધ વિભાગોના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati