Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભરૂચ: જિલ્લાકક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી, ખેલમહાકુંભના રજિસ્ટ્રેશનનો કરાયો પ્રારંભ

Connect Gujarat 1 week ago

રૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આજરોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચાંદની જન્મજયંતી નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં નેશનલ…

ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આજરોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચાંદની જન્મજયંતી નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી નિમિત્તે કાળી તલાવડી વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લાકક્ષાના રમતગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શનમાં જિલ્લા રમતગમત વિભાગની કચેરી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, આગેવાન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં કુલ 179 ખેલાડીઓએ, જ્યારે અંડર-17 અને અંડર-19 બેડમિન્ટન સ્પર્ધામાં 173 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.આ સ્પર્ધાઓમાં વિજેતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ આગામી તબક્કે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે. જેના થકી ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને રાજ્યસ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.કાર્યક્રમ દરમિયાન ખેલ મહાકુંભ અને કોમનવેલ્થ ગેમ્સના રજિસ્ટ્રેશનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. રમતગમત ક્ષેત્રે યુવાનોને વધુ પ્રોત્સાહન મળે અને તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ખેલાડીઓ અને રમતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati