Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એક્સનમાં, કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

Connect Gujarat 4 days ago

રૂચ જિલ્લામાં નર્મદા નદી તેમજ અન્ય નદીઓમાં સંભવિત પૂરની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પૂર્વ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં…

ભરૂચ જિલ્લામાં નર્મદા નદી તેમજ અન્ય નદીઓમાં સંભવિત પૂરની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પૂર્વ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સંબંધિત વિભાગના વડાઓ સાથે આગમચેતીના પગલાં અને રાહત-બચાવ કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરાઈ હતી. તાલુકાઓના અધિકારીઓ વિડીયો કોંફરન્સી મારફતે જોડાયા હતા. બેઠકમાં નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી નદીમાં છોડવામાં આવતા ભરૂચ, અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારો, ઝઘડીયાના નદીના કાંઠાના વિસ્તારોમાં સર્જાનાર પરિસ્થિતિ અને તે સમયનું માઈક્રો- ઈવેક્યુએશન પ્લાન સહિતના માઈક્રો – પ્લાનિંગ સહિત પ્લાન -બી ની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

સાથે જ જિલ્લામાં દરિયા કિનારા વિસ્તાર નર્મદા નદી, ભૂખી ખાડી, ઢાઢર, કીમ નદી વગેરેના કાંઠા વિસ્તારોમાં પણ પાણી ભરાવા સમયે સર્જાતી પરિસ્થિતિ સમયેના માઈક્રો – ઈવેક્યુએશન અને એક્સન પ્લાનની ચર્ચા કરાઈ હતી. વધુમાં, હુટરની મોકડ્રીલ યોજવા અને અગમચેતી સમયે સર્જાતી પરિસ્થિતિ સમયના માઈક્રો – ઈવેક્યુએશન અને એક્સન પ્લાનની ચર્ચા કરાઈ હતી. અંતે કલેક્ટરે રેડ એલર્ટ સાથે અનાધાર વરસાદની પ્રતિકૂળ સ્થિતિમાં પણ તંત્રએ કરેલી અસરકારક કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. તે સાથે તંત્રએ ઝીરો કેઝ્યુઅલ્ટીનો અભિગમ દાખવી તમામને ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati