Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભરૂચ: સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારીનું અપહરણ, ગુજરાતીઓમાં ભયનો માહોલ

Connect Gujarat 1 week ago

રૂચના જંબુસરના વેપારી અને સાઉથ આફ્રિકામાં પરિવાર સાથે રહેતા આસિફ ઘાસીયાનું સશસ્ત્ર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઘટનાને પગલે સાઉથ…

ભરૂચના જંબુસરના વેપારી અને સાઉથ આફ્રિકામાં પરિવાર સાથે રહેતા આસિફ ઘાસીયાનું સશસ્ત્ર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

ઘટનાને પગલે સાઉથ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આસિફ ઘાસીયા પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસ યુનિફોર્મમાં આવેલા શખ્સોએ ચેકિંગના બહાને તેમની કાર રોકી હતી. આસિફ કારમાંથી નીચે ઉતર્યા તે સાથે જ અન્ય કારમાં આવેલા શખ્સોએ તેમને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયા હતા.

અપહરણની આ ઘટનામાં બે કારમાં આવેલા આશરે સાત જેટલા સશસ્ત્ર શખ્સો સામેલ હોવાની માહિતી સામે આવી છે. પોલીસના વેશમાં આવીને ચેકિંગના બહાને વેપારીનું અપહરણ કરવામાં આવતા સાઉથ આફ્રિકામાં વસતા ગુજરાતીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.આસિફ ઘાસીયા સાઉથ આફ્રિકામાં પરિવાર સાથે રહેતા હતા અને ત્યાં વ્યવસાય કરતા હતા. તેમના અપહરણના સમાચાર મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. પરિવાર દ્વારા આસિફની સલામત વાપસી માટે ભારત સરકારને સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અને જરૂરી મદદ કરવાની માંગ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati