Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભરૂચ: વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક સમારકામ શરૂ કરાયુ, માર્ગ અને મકાન વિભાગની કામગીરી

Connect Gujarat 1 week ago

રૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કેટલાક માર્ગો પર વરસાદી પાણીના…

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કેટલાક માર્ગો પર વરસાદી પાણીના પ્રવાહથી નુકસાન થયું હતું.

વરસાદી માહોલમાં નાગરિકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાહનવ્યવહાર મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાના નેત્રંગ તાલુકાના રામકોટ એપ્રોચ રોડ, ઝઘડીયા ખાતે માંડવી એપ્રોચ રસ્તાઓ સહિત ઝઘડીયા, વાલિયા, અંક્લેશ્વર અને ભરુચ તાલુકાના રોડની તાત્કાલિક મરામત અને સાઈડ શોલ્ડરની કામગીરી કરવામાં આવી હતી આ સાથે વરસાદી પાણીના નિકાળની કામગીરી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત)ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી સમારકામ હાથ ધર્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati