મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. 12માં આવેલ વ્રજમંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલ વીજ કંપનીના મીટર બોક્સમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનાવના પગલે સ્થાનિકોના ટોળાં ભેગા થયા હતા, જ્યારે બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ભારે જહેમત બાદ સમગ્ર આગને કાબુમાં લીધી હતી.
જોકે, આગ કાબૂમાં આવી જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

