Sunday, 06 Oct, 3.08 am Connect Gujarat

હોમ
જામનગર : પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ, ૩૫૦ ખેલાડીઓએ બતાવ્યું કૌવત

રાજ્ય સરકાર દ્વારા યુવામાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, ત્યારે જામનગર શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૩૫૦ જેટલા યુવક અને યુવતીઓ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા હતા. જામનગર શહેરની વિવિધ શાળાઓને કુલ ૪ ઝોનમાં વહેંચવામાં આવી હતી. ચારેય ઝોનના સ્પર્ધકો ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ રમતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. દોડ સ્પર્ધામાં ૧થી ૩ નંબર લાવનાર સ્પર્ધકોને જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં સ્થાન આપવામાં આવશે, બરચી ફેંક અને ગોળા ફેંકની પણ સ્પર્ધા યોજાઈ હતી તેમજ લોંગ જમ્પ, હાઈ જમ્પમાં યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. ગ્રામ્ય કક્ષાનું ખેલ મહાકુંભનું આયોજન જામજોધપુરના સીદસર ખાતે કરવામાં આવ્યું હતું. જામનગરમાં સતત કુલ ૩ દિવસ સુધી ખેલ મહાકુંભની સ્પર્ધાઓ યોજવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati
Top