Thursday, 25 Apr, 11.04 pm Connect Gujarat

હોમ
જૂનાગઢ શહેરની એક એવી શાળા જેને ગુજરાત સરકાર દ્વારા ગ્રીન શાળાનો બેસ્ટ પુરસ્કાર થયો એનાયત

ગોધાવાવપાટી ગિરનાર રોડ પર આવેલ સરકારી કન્યા શાળા નંબર ૪માં શિક્ષકો અને વિધાર્થીઓ દ્વારા વૃક્ષા રોપણ અને શાળાને મંદિર સમજી વૃક્ષા રોપણ અને સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું.જ્યારે શાળાની આવે એટલે દરેકના મગજમાં શિક્ષણ આવે છે.પરંતુ જૂનાગઢ શહેરમાં એક એવી શાળા આવેલી છે. જેને ગુજરાત સરકાર દ્વારા ગ્રીન શાળા નો બેસ્ટ પુરસ્કાર સાથે ગુણોત્સવમાં પણ રોકડ રકમ અને પારિતોષિત પત્ર મળેલ છે.

આપણે વાત કરી રહ્યા છીએ. ગિરનાર દરવાજા ખાતે આવેલ કન્યા શાળા નંબર ૪ માં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સામાજિક જ્ઞાન રૂપી શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. કન્યા શાળા નંબર ૪ ના પ્રિન્સિપાલ તરૂણભાઈ કાટબામણાના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીના પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં પૂરતુ ઓક્સિજન મળી રહે તેને માટે અર્થાત પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં અોકસીજન મળે તે હેતુ ૨૨ જેટલા આશોપાલવના વૃક્ષો વાવવામાં આવેલ હોય જેને લઇને સરકાર દ્વારા ગ્રીન શાળાનો બેસ્ટ પુરસ્કાર પણ એનાયત કરાયો છે. આ શાળાની ખાસિયત માત્ર શિક્ષણ રૂપે જ્ઞાન આપવાની નથી. પરંતુ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષક ગણ દ્વારા શિક્ષણની સાથે સાથે બાળકો સામાજિક જ્ઞાન અને જીવનમાં જરૂરી કાર્ય તરફ પણ જ્ઞાન પીરસી રહ્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈને અનેરૂ મહત્વ આપવામાં આવી રહ્યું છે જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના જીવન મંત્ર ને સ્કૂલના બાળકોએ પણ અપનાવીને શાળા એક મંદિરના સુત્રને સાર્થક કર્યું છે.બાળકો શાળાએ શિક્ષણરૂપી જ્ઞાન મેળવવા આવતા હોય છે પરંતુ શાળા ના પ્રાધ્યાપકો અને શિક્ષક ગણો અભ્યાસ તો કરાવે જ છે. પરંતુ શાળાની સફાઈ થી લઈને સામાજિક જવાબદારીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પ્રિન્સિપાલ ભેગા મળીને સ્કૂલમાં કરી રહ્યા છે.

હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે આ સ્કૂલમાં ભર ઉનાળે પણ શીતળ છાયડો જોવા મળી રહ્યો છે. વાત અહીંથી પૂરી થતી નથી હાલ ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા ૨૨ હજારના ખર્ચે કન્યા શાળા ૪ માં એક એવું ગાર્ડન બનાવવા જઈ રહ્યા છે. જેને લઈને આજે રોપા પણ મંગાવવામાં આવ્યા છે. જે રોપાઓને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલ ના હસ્તે વ્યવસ્થિત ગોઠવવામાં પણ આવ્યા છે. સાથે આગામી દિવસોમાં આ રોપાનું વાવેતર વિદ્યાર્થીઓના હાથે જ કરવામાં આવશે સાથે વિદ્યાર્થીઓ રૂપાનો પોતે જ ઉછેર કરશે તેવો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો છે. ત્યારે આ કાર્ય ને વિદ્યાર્થીઓએ પણ બિરદાવીને જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સાથે અમો સામાજીક જવાબદારીઓ કઈ રીતે નિભાવવી તેનું શિક્ષણ મેળવીને સાથે પ્રેક્ટિકલ રીતે અહીં અમારા સ્વ હસતે કામ કરીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ સાથે આ શિક્ષણરૂપી જ્ઞાન ને અમારા આગામી ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati
Top