Monday, 22 Apr, 12.10 pm Connect Gujarat

હોમ
લોકસભા ચૂંટણી માટે ભાજપએ વધુ 7 ઉમેદવારોની કરી જાહેરાત

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની ચાર બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારી બીજેપી તરફ ચૂંટણી મેદાનમાં ઉતરશે. જ્યારે પશ્ચિમ દિલ્હીમાં પ્રવેશ વર્મા, દક્ષિણ દિલ્હીથી રમેશ બિધૂડી અને ચાંદની ચોકથી ડોક્ટર હર્ષવર્ધન મેદાનમાં હશે.

દિલ્હીમાં કુલ 7 લોકસભા બેઠકો છે. રવિવાર સાંજે બીજેપીએ તેની લિસ્ટમાં ઇન્દોર, અમૃતસર અને યુપીની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઇન્દોરથી બીજેપીએ શંકર લલવાનીને ટિકિટ આપી છે. જ્યારે હરદીપ પુરી અમૃતસર બેઠકથી બીજેપી માટે ચૂંટણી લડશે. યુપીની ઘોષી બેઠકથી હરિનારાયણ રાજભર બીજેપી તરફથી ચૂંટણી મેદાનમાં હશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati
Top