Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નર્મદા : રાજપીપળામાં પ્રેમપ્રકરણમાં દંગલ,બહેનના પ્રેમીનું 8 શખ્સોએ અપહરણ કરીને ફાર્મ હાઉસમાં ઢોર માર માર્યો!

Connect Gujarat 4 days ago

ર્મદા જિલ્લાના રાજપીપળામાં પ્રેમસંબંધોમાં ભારે દંગલ સર્જાયું હતું,બહેનના પ્રેમીને ભાઈએ પોતાના સાગરીતો સાથે મહિને અપહરણ કરી ફાર્મ હાઉસમાં ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી…

નર્મદા જિલ્લાના રાજપીપળામાં પ્રેમસંબંધોમાં ભારે દંગલ સર્જાયું હતું,બહેનના પ્રેમીને ભાઈએ પોતાના સાગરીતો સાથે મહિને અપહરણ કરી ફાર્મ હાઉસમાં ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

નર્મદા જિલ્લાના રાજપીપળાના સોનીવાડમાં રહેતા અને બાઈકના શોરૂમમાં કામ કરતા જીગર મિસ્ત્રી નામના યુવકનું બે કારમાં આવેલા 8 જેટલા શખ્સોએ શોરૂમમાંથી બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની રીસ રાખી પ્રીત પટેલ નામના યુવકે પોતાના મિત્રો શુભમ, યુગ, દેવાંગ, ધ્રુવ, જીલ અને વિશ્વ પાઠક સાથે મળી આ કાવતરું રચ્યું હતું.

આરોપીઓ જીગરને નિકોલી ગામના ફાર્મ હાઉસ પર લઈ ગયા, જ્યાં તેને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જીગર બેભાન થઈ જતાં તેને કાંદરોજ ગામ પાસે જાહેર રોડ પર ઘસડીને ફેંકી દેવાયો હતો.હાલ તો રાજપીપળા પોલીસે આ તમામ 8 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati