Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

RBIનો મોટો નિર્ણય: રેપો રેટ 5.25% પર યથાવત

Connect Gujarat 3 weeks ago

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. રિયલ…

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. રિયલ એસ્ટેટ અને નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, પરંતુ ક્રૂડ ઓઈલની કિંમતો અને ફુગાવા (મોંઘવારી) ને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર દેશની સેન્ટ્રલ બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક દેશની કોમર્શિયલ બેંકોને લોન આપે છે. જેમ કે અત્યારે રેપો રેટ 5.25% છે. સામાન્ય રીતે જ્યારે દેશમાં મોંઘવારી વધે છે ત્યારે આરબીઆઈ પણ રેપો રેટ વધારી દે છે. આનાથી બેંકોને મોંઘી લોન મળે છે અને તેઓ બજારમાં ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે, જેનાથી બજારમાં નાણાંનો પ્રવાહ ઘટી જાય છે.

આરબીઆઈએ વિતેલી કેટલીક બેઠકોમાં રેપો રેટ 5.25% પર સ્થિર જ રાખ્યો છે. આ પહેલાં વર્ષ 2025 માં રેપો રેટ 6.50% થી ઘટીને 5.25% પર આવ્યો હતો. વર્ષ 2022 થી વર્ષ 2025 સુધીનો રેકોર્ડ જોઈએ તો આશરે 10 વખત તેમાં ફેરફાર થયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati