Friday, 20 Sep, 5.10 pm Connect Gujarat

હોમ
સુરત : એક જ રાતમાં 14 જગ્યાએ ધાડ પાડનારી ગેંગના 4 સાગરિત ઝબ્બે

સુરતમાં એક જ રાતે 14 ઠેકાણે ધાડ અને લૂંટ, કરનારી ગુડ્ડુ ગેંગના ચાર સાગરિતોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં 25થી વધારે ગુનાની કબુલાત પણ કરી લીધી છે.

સુરત પાંડેસરા, ઉધના, ખટોદરા, ઉમરા, વિસ્તારમાં ધાડ અને લૂંટ સહિતના 25 થી વધુ ગુનાને અંજામ આપતી ગુડ્ડુ ગેંગના ચાર ઇસમોની પાંડેસરા પોલીસને ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસના સકંજામાં ઊભા રહેલા આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટરસાયકલ તેમજ એકલ દોકલ રાહદારીઓને ચપ્પુ બતાવી તેઓની પાસેથી મોબાઈલ,ઘરેણાં રોકડની લૂંટ ચલાવતા હતાં. તેમજ રાત્રી દરમિયાન ઘરમાં ઘૂસીને ઘરમાં હજાર લોકોને ચપ્પુ બતાવી રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા હતાં.

પાંડેસરા પોલીસ ઘણા સમયથી આરોપીઓની તપાસમાં હતી આખરે પોલીસે બાતમીના આધારે મૂળ યુપીનો રહેવાસી પાંડેસરામાં રહેતાં ગુડ્ડુ ઉર્ફે ગુલાબ ખત્રી રામકરણ પાંડે, સુરજ ટીડ્ડી રામશંકાર વિશ્વકર્મા, વિક્રમ ઉર્ફે કાઉ રમેશ નાયક અને વિકાસ મોહનસિંગ રાજપૂત નામના આરોપીનીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.14 લાખ રૂપિયાનો મુદામાાલ કબજે લેવાયો છે. આરોપીઓ દારૂ અને ગાંજો પીવા તેમજ મોજશોખ પુરો કરવા માટે ગુનાખોરીના રવાડે ચઢી ગયા હોવાની વિગતો બહાર આવી છે. આરોપીઓ લૂંટ કરતી વેળા મહિલાઓની છેડતી કરવાની પણ ટેવ ધરાવે છે. હાલ તો પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati
Top