તિબેટમાં શનિવારે વહેલી સવારે લગભગ 5:38 વાગ્યે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલાં 22 ઓક્ટોબરની રાત્રે 7.0ની તીવ્રતાના ભૂકંપમાં 16 લોકોનાં મોત થયાં હતાં,…
તિબેટમાં શનિવારે વહેલી સવારે લગભગ 5:38 વાગ્યે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલાં 22 ઓક્ટોબરની રાત્રે 7.0ની તીવ્રતાના ભૂકંપમાં 16 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 65 લોકો ઘાયલ થયા હતા.
ભૂકંપ બાદ 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
આ પહેલાં ગુરુવાર, 22 ઓક્ટોબરની રાત્રે તિબેટમાં 7.0ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અત્યાર સુધી 16 લોકોનાં મોત થયાં છે, જ્યારે 65 લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર તિબેટના નાગચૂ શહેરના બાચેન કાઉન્ટી વિસ્તારમાં હોવાનું જણાવાયું હતું.ભૂકંપ બાદ 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. ભૂકંપના આંચકા દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવા માટે ઇમારતોની બહાર દોડતા જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં અનેક સ્થળોએ લોકો ઇમારતોમાંથી બહાર નીકળતા અને કાટમાળ પડતો જોવા મળ્યો હતો.
ચીનના ભૂકંપ નિરીક્ષણ કેન્દ્રના જણાવ્યા અનુસાર, મુખ્ય ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 413 નાના આંચકા નોંધાયા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર મુજબ, મુખ્ય ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિલોમીટર નીચે હતું.
