Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

વલસાડ : ભાજપ લઘુમતી મોરચાના તાલુકા પ્રમુખ જ દારૂના નેટવર્કમાં ઝડપાયા,પક્ષે કર્યા સસ્પેન્ડ

Connect Gujarat 2 weeks ago

લસાડ એસઓજીની ટીમે દેશીદારૂમાં વપરાતા નવસાર સાથે ભાજપ લઘુમતી મોરચાના તાલુકા પ્રમુખ સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. ગુજરાતમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યનું પોલીસ…

વલસાડ એસઓજીની ટીમે દેશીદારૂમાં વપરાતા નવસાર સાથે ભાજપ લઘુમતી મોરચાના તાલુકા પ્રમુખ સહિત બે આરોપીની ધરપકડ કરી હતી.

ગુજરાતમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.

દારૂના દૂષણને ઉખાડી ફેંકવા માટે વલસાડ એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં પોલીસને એક મોટી સફળતા સાંપડી છે.

વલસાડ તાલુકાના સેગવા ગામે એસઓજીએ દરોડો પાડીને દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો નવસારનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 15000 રૂપિયાથી વધુની કિંમતની ‘નવસારની સ્ટિક’ જપ્ત કરી છે.

આ સફળ કામગીરી દરમિયાન એસઓજીએ જાવેદ અને સુલેમાન શેખ નામના બે આરોપીઓની અટકાયત કરી છે.જોકે, આ કેસમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે પકડાયેલા આરોપી સુલેમાન ઈબ્રાહીમ શેખની ઓળખ સામે આવી. સુલેમાન શેખ વલસાડ તાલુકા ભાજપ લઘુમતી મોરચાનો પ્રમુખ હોવાનું ખૂલ્યું છે. ભાજપમાં રાજકીય હોદ્દો ધરાવતો હોવા છતાં, તે પોતાની વગનો ઉપયોગ કરીને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો.

દારૂ બનાવવાના નેટવર્કમાં ભાજપના જ હોદ્દેદારનું નામ સામે આવતા જ રાજકીય ગરમાવો આવી ગયો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપ દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા છે. વલસાડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ પદેથી તેમજ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સુલેમાન શેખને તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યો છે. હાલમાં વલસાડ એસઓજીએ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati