Thursday, 25 Apr, 10.12 pm Connect Gujarat

હોમ
વારાણસી : કાશીમાં PM નરેન્દ્ર મોદીએ રોડ-શો કરી, મા ગંગાની કરી પૂજા અર્ચના

વારાણસી બેઠક પરથી ચૂંટણીનું ફોર્મ ભરતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જોરદાર રોડ-શો યોજ્યો હતો. હજારો લોકો વડાપ્રધાનને જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા હતા. વારાણસીમાં પીએમ મોદીએ અહીં બનારસ હિંદુ યુનિવર્સિટી નજીક મદન મોહન માલવિયની પ્રતિમાને ફૂલહાર ચઢાવ્યા હતા. ત્યાંથી જ પોતાના રોડ-શોનો પ્રારંભ કર્યો હતો.વારાણસીના માર્ગો પર કેસરિયો લહેરાયો હતો.

સાંજે મોદીએ મા ગંગાની આરતીમાં ભાગ લીધો હતો. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે થયેલી પરંપરાગત ગંગા આરતીમાં હિસ્સો લઈને મોદીએ ભક્તિભાવ સાથે મા ગંગાની પૂજા અર્ચના કરી હતી.

લોકસભા ચૂંટણી-2019માં ભાજપને પ્રચંડ જીત અપાવવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બાંદામાં એક ચૂંટણી સભા સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષો પર જોરદાર હુમલો કર્યો હતો. દેશમાં અડધાથી વધુ બેઠકો પર ચૂંટણી માટેનું મતદાન થઈ ચુક્યું છે, આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષી દળોના નેતાઓના ચહેરા ઉતરી ગયા છે, કેમ કે એ જાણે છે કે એમને 'ઝીરો બટ્ટે સન્નાટા' હાંસલ થશે.

ચૂંટણી રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અડધાથી વધુ લોકસભા સીટની ચૂંટણી પૂર્ણ થતાં વિપક્ષી દળોના નેતાઓના ચહેરા ઉતરી ગયા છે, વિપક્ષો જાણે છે કે પરિણામ શું આવવાનું છે. કેન્દ્ર સરકારની ટીકા કરવા મામલે વિપક્ષી દળો પર પલટવાર કરતાં મોદીએ કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષો મોદીને ગાળો બોલતા રહ્યાં પરંતુ એમને કશુંય ફાયદો થશે નહીં.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati
Top