Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બુમરાહ અને જાડેજાને આરામ, ત્રણ નવા ખેલાડીઓને મળ્યો મોકો

બુમરાહ અને જાડેજાને આરામ, ત્રણ નવા ખેલાડીઓને મળ્યો મોકો

CricOwl 6 days ago

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (Board of Control for Cricket in India) મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટીમમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. સૌથી મોટી ચર્ચા ઋષભ પંતની ઉપકપ્તાની છીનવાઈ જવાની રહી, જ્યારે અનુભવી બેટર KL Rahulને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

રોહિત શર્માના ટેસ્ટ નિવૃત્તિ બાદ Shubman Gillને ટીમનો કાયમી કપ્તાન બનાવાયો હતો અને Rishabh Pantને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરના ખરાબ ફોર્મને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ હવે પંત પાસેથી ઉપકપ્તાની હટાવી દીધી છે.

આ સિરીઝ માટે ત્રણ નવા ખેલાડીઓને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર લેફ્ટ આર્મ સ્પિનર માનવ સુથાર અને હર્ષ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ જમણા હાથના ઝડપી બોલર ગુરનૂર બરાડને પણ તક આપવામાં આવી છે.

ફાસ્ટ બોલર Prasidh Krishnaની પણ ટીમમાં વાપસી થઈ છે. ઈજા કારણે તેઓ છેલ્લા કેટલાક મહિનાથી ટીમ બહાર હતા. બીજી તરફ વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને Jasprit Bumrah અને Ravindra Jadejaને આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમ: શુભમન ગિલ (કપ્તાન), યશસ્વી જયસવાલ, કે.એલ. રાહુલ (ઉપકપ્તાન), સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાડ, માનવ સુથાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ અને મોહમ્મદ સિરાજ.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (Board of Control for Cricket in India) મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટીમમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. સૌથી મોટી ચર્ચા ઋષભ પંતની ઉપકપ્તાની છીનવાઈ જવાની રહી, જ્યારે અનુભવી બેટર KL Rahulને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CricOwl