બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલી નિર્દય ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ઢાકાના પલ્લબી વિસ્તારમાં રહેતી રામિસા અખ્તર નામની બાળકીનું મૃતદેહ તેના પડોશીના ભાડાના રૂમમાંથી મળતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. રામિસા સ્થાનિક પોપ્યુલર મોડલ હાઈ સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતી હતી.
પોલીસ તપાસ અનુસાર, 32 વર્ષીય રિક્ષા મિકેનિક સોહેલ રાણાએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આરોપીએ બાળકી ચીસો પાડતાં પુરાવા નષ્ટ કરવા માટે અત્યંત ક્રૂર રીતે તેની હત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સાત કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ નારાયણગંજના ફતુલ્લાથી સોહેલ રાણાની ધરપકડ કરી હતી. તેની પત્ની સ્વપ્ના ખાતૂનને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવી છે.
આ ભયાનક ઘટનાને લઈને સમગ્ર બાંગ્લાદેશમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. Bangladesh Cricket Boardએ પણ આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે. બોર્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે રામિસા સાથે થયેલી હેવાનિયતથી તેઓ અત્યંત દુઃખી અને આક્રોશિત છે. BCBએ સરકારને આરોપીને ઝડપથી કડક સજા આપવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે.
બોર્ડ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં બાંગ્લાદેશ પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા. ખેલાડીઓએ એકસ્વરે આ ઘટનાની નિંદા કરી અને સરકારને મહિલાઓ તથા બાળકોની સુરક્ષા માટે કડક પગલાં લેવા અપીલ કરી.
આ ઘટનાએ ફરી એકવાર બાંગ્લાદેશમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આરોપીને ફાંસી જેવી કડક સજાની માંગ કરી રહ્યા છે.
પોલીસ તપાસ અનુસાર, 32 વર્ષીય રિક્ષા મિકેનિક સોહેલ રાણાએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીએ બાળકી ચીસો પાડતાં પુરાવા નષ્ટ કરવા માટે અત્યંત ક્રૂર રીતે તેની હત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સાત કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ નારાયણગંજના ફતુલ્લાથી સોહેલ રાણાની ધરપકડ કરી હતી. તેની પત્ની સ્વપ્ના ખાતૂનને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવી છે.

