Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
T20ના નિયમોમાં બદલાવની તૈયારીમાં ICC

T20ના નિયમોમાં બદલાવની તૈયારીમાં ICC

CricOwl 2 days ago

ક્રિકેટ જગતમાં ટૂંક સમયમાં મોટા બદલાવ જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICC ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાની તૈયારીમાં છે. આ તમામ પ્રસ્તાવિત નિયમો અંગે તાજેતરમાં ICC ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની ઓનલાઈન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ICC ક્રિકેટ કમિટીના વડા અને ભારતના પૂર્વ કેપ્ટન Sourav Ganguly પણ હાજર રહ્યા હતા.

માહિતી મુજબ, 30 મેના રોજ અમદાવાદમાં યોજાનારી ICC બોર્ડ બેઠકમાં આ નવા નિયમોને મંજૂરી મળી શકે છે. મંજૂરી મળ્યા બાદ આ નિયમો જલ્દી અમલમાં આવી શકે છે.

પ્રસ્તાવિત નિયમોમાં સૌથી મોટો ફેરફાર ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળી શકે છે. હાલ ટેસ્ટમાં રેડ બોલનો ઉપયોગ થાય છે, પરંતુ હવે ખરાબ હવામાન અથવા ફ્લડલાઇટ્સ હેઠળ મેચ ફરી શરૂ કરવાની સ્થિતિમાં બંને ટીમોની સહમતિથી પિંક બોલનો ઉપયોગ કરવાની મંજૂરી મળી શકે છે. જોકે મેચ દરમિયાન રેડ બોલથી પિંક બોલ પર કેવી રીતે સ્વિચ કરવામાં આવશે, તેની સંપૂર્ણ માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

વનડે ક્રિકેટમાં પણ મોટો બદલાવ જોવા મળી શકે છે. ICC હેડ કોચને ડ્રિંક્સ બ્રેક દરમિયાન મેદાનમાં જઈ ખેલાડીઓ સાથે ચર્ચા કરવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહ્યું છે. હાલ માત્ર સબસ્ટિટ્યૂટ ખેલાડીઓ જ ડ્રિંક્સ લઈને મેદાનમાં જઈ શકે છે. જો આ નિયમ લાગુ થશે તો કોચને મેચ દરમિયાન સીધી રણનીતિ સમજાવવાની તક મળશે.

આ ઉપરાંત T20 ક્રિકેટમાં ઇનિંગ્સ વચ્ચે મળતા 20 મિનિટના બ્રેકને ઘટાડીને 15 મિનિટ કરવાનો પણ પ્રસ્તાવ છે. ICCનો માનવો છે કે આ બદલાવથી મેચ વધુ ઝડપી અને રસપ્રદ બનશે.

ક્રિકેટ જગતમાં ટૂંક સમયમાં મોટા બદલાવ જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICC ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાની તૈયારીમાં છે. આ તમામ પ્રસ્તાવિત નિયમો અંગે તાજેતરમાં ICC ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની ઓનલાઈન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ICC ક્રિકેટ કમિટીના વડા અને ભારતના પૂર્વ કેપ્ટન Sourav Ganguly પણ હાજર રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CricOwl