Dailyhunt
AAP નેતા પ્રવીણ રામે સરકારી પેપર લીક અને BJP ગુનેગારોને પદ પર મૂકવાનો આક્ષેપ કર્યો

AAP નેતા પ્રવીણ રામે સરકારી પેપર લીક અને BJP ગુનેગારોને પદ પર મૂકવાનો આક્ષેપ કર્યો

મ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકારમાં એક પણ સરકારી પરીક્ષાનું પેપર લીક થયા વગર લેવામાં આવ્યું હોય એવું બન્યું નથી. આ પેપર ફોડવામાં ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો પણ સંડોવાયેલા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. હમણાં તાજેતરમાં એક ઘટના સામે આવી છે કે જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે જેની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તે વ્યક્તિને અરવલ્લી જિલ્લાનાં યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂંક આપવામાં આવી છે.

લોકોએ આ મુદ્દે આંદોલન કરીને પેપર ફોડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને સરકાર તરફથી એવુ કહેવામાં આવે છે કે કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે, પરંતુ અહીં તો ગુનેગારોને જ પદ આપવામાં આવી રહ્યા છે.

AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતુ કે આથી એવું સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારમાં રહેલા લોકોના જ સંબંધિત લોકો પેપર ફોડે છે અને પછી તેમને જ સેટ કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય જનતા અને યુવાનોને નુકસાન ભોગવવું પડે છે. તેઓ પોતાના લાભ માટે આ પ્રણાલીનો ઉપયોગ કરે છે અને સામાન્ય યુવાનોને રસ્તા પર મૂકી દે છે. તેથી તમામ યુવાનો અને ગુજરાતની જનતાએ આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તેનો યોગ્ય જવાબ આપવાની જરૂરિયાત છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat