Dailyhunt
બોગસ પાસપોર્ટ કેસમાં મહિલાને જામીન નકારી, બાયોમેટ્રિક ચેકમાં ખુલાસો

બોગસ પાસપોર્ટ કેસમાં મહિલાને જામીન નકારી, બાયોમેટ્રિક ચેકમાં ખુલાસો

નાવટી દસ્તાવેજાેના આધારે પાસપોર્ટ મેળવનાર મહિલાની જામીન અરજી કોર્ટે ફગાવી બાયોમેટ્રિક વેરિફિકેશન દરમિયાન ભાંડો ફૂટ્યો, વિદેશી પાસપોર્ટ અને ભારતીય ઓળખપત્રોમાં અલગ-અલગ નામ હતા સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે બોગસ પાસપોર્ટ કૌભાંડમાં સંડોવાયેલી મહિલા આરોપી નિશા વિપુલકુમાર રાણાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આ ગુનાની તપાસ હાલ ચાલુ છે અને હજુ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.

જાે આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે, તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ કેસમાં અન્ય સહ-આરોપીઓને પકડવાના હજુ બાકી છે, જેમને પકડવા માટે આરોપીની કસ્ટડી અને તપાસ અનિવાર્ય છે. આરોપી સામે આર્થિક લાભ મેળવવા માટે ખોટા દસ્તાવેજાેના આધારે બોગસ પાસપોર્ટ મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ગંભીર આક્ષેપો છે અને તેની સક્રિય સંડોવણી પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. તપાસ જ્યારે અત્યંત નાજુક તબક્કે હોય ત્યારે આરોપીને જામીન આપવા ન્યાયોચિત જણાતું નથી. નોંધનીય છે કે, બાયોમેટ્રિક વેરિફિકેશન દરમિયાન ભાંડો ફૂટ્યો; વિદેશી પાસપોર્ટ અને ભારતીય ઓળખ પત્રોમાં અલગ-અલગ નામ મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે.આ કેસના ફરિયાદી હુડકો ભવન સ્થિત FRRO ઓફિસમાં ફરજ બજાવે છે.

૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ આરોપી નિશા રાણા ભારતીય વિઝા મેળવવા માટે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અર્થે આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 'નિશા જગન' નામના બે પાસપોર્ટ મળી આવ્યા હતા, જેમાં એક કેન્સલ કરાયેલ ભારતીય પાસપોર્ટ અને બીજાે પોર્ટુગીઝ પાસપોર્ટ હતો. શંકા જતાં જ્યારે અધિકારીઓએ તેના અન્ય પુરાવા તપાસ્યા, ત્યારે પાનકાર્ડ અને આધારકાર્ડમાં 'નિશા વિપુલ રાણા' નામ જાેવા મળ્યું હતું. તેની ધો.૧૦ની માર્કશીટ અને એલસીમાં 'પટેલ નિશા અશીતકુમાર' નામ હતું. આમ, અલગ-અલગ નામના બોગસ દસ્તાવેજાે ઉભા કરી આર્થિક લાભ મેળવવા માટે પાસપોર્ટ મેળવ્યો હોવાનું જણાતા તેની ધરપકડ કરાઇ હતી. આ કેસમાં આરોપી તરફે જામીન અરજીમાં એડવોકેટે દલીલ કરી હતી કે,આરોપી નિર્દાેષ છે. તેમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. જામીન અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, આરોપીએ આર્થિક લાભ મેળવવાના હેતુથી અન્ય સહ-આરોપીઓની મદદગારી લઈને ખોટા દસ્તાવેજાેના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હોવાનો આક્ષેપ છે. આરોપી પાસે બે પાસપોર્ટ હોવા છતાં અને તે બોગસ હોવાનું જાણવા છતાં, તેનો ખરા (સાચા) તરીકે ઉપયોગ કરીને ગંભીર ગુનો આચર્યાે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat