Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચાર વર્ષની મહેનત બાદ તૈયાર થઈ મીના કુમારીની બાયોપિકની પટકથા, હવે શૂટિંગની તૈયારીઓ શરૂ

ચાર વર્ષની મહેનત બાદ તૈયાર થઈ મીના કુમારીની બાયોપિકની પટકથા, હવે શૂટિંગની તૈયારીઓ શરૂ

વે શૂટિંગ શરુ કરવાની તૈયારીઓ મીના કુમારીની બાયોપિકની પટકથા ચાર વર્ષ બાદ આખરે તૈયાર બાદમાં કોઇ કાનુની દાવપેચનો સામનો ન કરવો પડે તે માટે નિર્માતાએ ટ્રેડમાર્કની નોટિસ આપી મીના કુમારીની બાયોપિકની પટકથા તૈયાર થઈ ગઈ છે અને હવે શૂટિંગ માટે તૈયારીઓ શરુ કરાઈ છે. તે પહેલાં નિર્માતાએ મીનાકુમારીના નામ તથા સિનેમેટિક તથા ઓડિયોવિઝ્યુલ ટ્રેડમાર્ક પર પોતાના હક્કો અબાધિત હોવાની નોટિસ પણ આપી છે.નિર્માતાએ જણાવ્યું છે કે મીનાકુમારીના નામ સહિતના ઓડિયોવિઝ્યુલ ઉપયોગ માટે ખાસ ટ્રેડમાર્ક અધિકારો અમારી પાસે છે અને તેંમની પરવાનગી વિના તેનો કોઇ રીતે ઉપયોગ કરવામાં આવશે તો તે ગેરકાયદે ગણાશે અને તેની સામે કાનુની પગલાં ભરવામાં આવી શકે છે.ઓલમાઇટી મોશન પિક્ચરની સહસ્થાપક પ્રભલીન સંધુએ જણાવ્યું હતું કે અમે આ સ્પષ્ટતા સંપૂર્ણ પારદર્શકતા જાળવવા અને ભવિષ્યમાં કોઇ બિનજરૂરી ગુંચવણ ન થાય તે માટે જારી કરી છે.

ફિલ્મની પટકથા ચાર વર્ષની મહેનત બાદ તૈયાર થઇ ચૂકી છે અને અમે આગામી મહિનાઓમાં ફિલ્મનું પ્રોડકશન શરૂ કરીશું. જાે કે, ફિલ્મના દિગ્દર્શક અને અન્ય કળાકારો વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી.પણ ફિલ્મની પટકથા તેયાર હોવાની જાહેરાત કરવામાં આવી તેનો અર્થ એ છે કે ફિલ્મ હવે પ્રિ-પ્રોડકશન તબક્કામાં પ્રવેશી ચૂકી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat