Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન બાદ ખચ્ચર ચાલકો અને કુલીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન બાદ ખચ્ચર ચાલકો અને કુલીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

ચ્ચર ચાલકો તેમજ કુલીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી કેદારનાથમાં ખચ્ચર ચાલકોના શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેવા સમયે ઉત્તરાખંડના કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ઘોડા અને ખચ્ચર ચાલકોના ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ ઉત્તરાખંડમાં યાત્રાળુઓ સાથે દુર્વ્યવહારની અનેક ઘટનાઓના અહેવાલો આવ્યા હતા. તેની બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કેદારનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓ સાથે દુર્વ્યવહાર કરનારા ઘોડા અને ખચ્ચર ચાલકો તેમજ કુલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ ઘોડા અને ખચ્ચર ચાલકો, માલિકો અને કુલીઓને અપીલ કરી છે. તેમણે યાત્રાળુઓ સાથે આદર સાથે વર્તવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે આનો ઉદેશ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સલામત અને સુખદ અનુભવ પૂરો પાડવાનો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat