Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લિવ-ઇન સંબંધો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ક્રૂરતા સામે મળશે કાનૂની રક્ષણ

લિવ-ઇન સંબંધો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ક્રૂરતા સામે મળશે કાનૂની રક્ષણ

ક્રૂરતા સામે કાનૂની રક્ષણનો અધિકાર માન્ય લિવ-ઇન સંબંધોને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ર્નિણય બદલાતા સામાજિક સંજાેગોને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતની નોંધ; લિવ-ઇન સંબંધોમાં પણ કાનૂની સુરક્ષા પર ભાર લિવ-ઇન સંબંધોમાં રહેતા લોકોના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયથી સાથે રહેતા સંબંધોમાં જાે કોઈ વ્યક્તિને પોતાના સાથી અથવા તેના પરિવારજનો તરફથી ક્રૂરતા કે ઉત્પીડનનો સામનો કરવો પડે, તો તેને કાનૂની રક્ષણથી વંચિત રાખી શકાય નહીં.

અદાલતે બદલાતા સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને કાયદાની વ્યાખ્યા સમયાનુકૂળ હોવી જાેઈએ તેવી ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ર્નિણયમાં જણાવ્યું કે કાયદાનો હેતુ માત્ર ઔપચારિક લગ્નસંબંધો સુધી મર્યાદિત ન રહે, પરંતુ એવા સંબંધોમાં પણ રક્ષણ ઉપલબ્ધ હોવું જાેઈએ જ્યાં બંને વ્યક્તિઓ દાંપત્ય જેવી પરિસ્થિતિમાં સાથે રહેતા હોય. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ વ્યક્તિને માત્ર લગ્ન ન થયા હોવાના આધારે કાનૂની સુરક્ષાથી વંચિત રાખી શકાય નહીં.
અદાલતના અવલોકન મુજબ, લિવ-ઇન સંબંધો વિવિધ પ્રકારના હોઈ શકે છે અને દરેક કેસના તથ્યો તથા સંજાેગોને આધારે તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તેથી આવા સંબંધોમાં રહેતા વ્યક્તિઓને પણ ક્રૂરતા અથવા હેરાનગતિના કિસ્સામાં કાનૂની ઉપાય મેળવવાનો અધિકાર ઉપલબ્ધ રહેશે.
ભારતીય કાયદામાં ક્રૂરતાનો અર્થ શારીરિક અથવા માનસિક ત્રાસ, ગેરકાયદેસર માંગણીઓ માટે કરવામાં આવતી હેરાનગતિ અથવા એવું વર્તન કે જેના કારણે ગંભીર નુકસાન થાય તેવી પરિસ્થિતિઓ સાથે જાેડાયેલો છે. સુપ્રીમ કોર્ટના ર્નિણયથી આવા કેસોમાં લિવ-ઇન સંબંધમાં રહેતા લોકોને પણ કાનૂની સુરક્ષા મેળવવાનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat