Dailyhunt
Queen 2નું શૂટિંગ શરૂ થશે: Kangana Ranaut ફરી લીડ રોલમાં

Queen 2નું શૂટિંગ શરૂ થશે: Kangana Ranaut ફરી લીડ રોલમાં

વિકાસ બહલ જ પાર્ટ ટુ બનાવી રહ્યો છે કંગના ક્વીન ટૂ માટે આ મહિને મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે ફિલ્મના શૂટિંગની શરૂઆત મુંબઇના સ્ટુડિયોથી કરવામાં આવશે, જ્યાં નોર્થ ઇન્ડિયા શહેરનો સેટ તૈયાર કરવામાં આવશે કંગના રણૌત પોતાની ૨૦૧૪ની 'ક્વીન' ફિલ્મની સીકવલ'ક્વીન ટુ'નુું શૂટિંગ એપ્રિલના અંત સુધીમાં શરૂ કરે તેવી શક્યતા છે.

મૂળ 'ક્વીન' ફિલ્મે કંગનાને ભારે પ્રશંસા અપાવી હતી અને તે રાતોરાત બોલીવૂડની ટોચની હિરોઈનોમાંની એક બની ગઈ હતી.

મૂળ ફિલ્મમાં અભિનેત્રી એક નાનાં શહેરની મધ્યમવર્ગીય યુવતીના રોલમાં જાેવા મળી હતી. હવે 'ક્વીન ટ'ુમાં તે મોટાં શહેરની આધુનિક યુવતીના રોલમાં જાેવા મળશે. તે આ ફિલ્મમાં વિદેશની બદલે ભારત ભ્રમણ કરતી જાેવા મળશે. ફિલ્મનું શૂટિંગ ૩ મહિનામાં આટોપી લેવાની યોજના છે.આ સીકવલમાં જાેકે, સપોર્ટિંગ કાસ્ટ રીપિટ થવાની શક્યતા ઓછી છે. ફિલ્મના શૂટિંગની શરૂઆત મુંબઇના સ્ટુડિયોથી કરવામાં આવશે. જ્યાં નોર્થ ઇન્ડિયા શહેરનો સેટ તૈયાર કરવામાં આવશે. મુંબઇમાં શૂટિંગ પુરુ કર્યાં પછી ફિલ્મની ટીમ ભારતના અન્ય શહેરોમાં જશે.વિકાસ બહલ જ તેની આ જૂની હિટ ફિલ્મની સીકવલ બનાવી રહ્યો છે. સીકવલની વાર્તા પણ તેણે જ લખી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat