Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રક્ષાબંધન પહેલાં શ્વેતાએ સુશાંતને યાદ કર્યો, બાળપણના ફોટા શેર કરી લખી હૃદયસ્પર્શી પોસ્ટ

રક્ષાબંધન પહેલાં શ્વેતાએ સુશાંતને યાદ કર્યો, બાળપણના ફોટા શેર કરી લખી હૃદયસ્પર્શી પોસ્ટ

ક્ષાબંધન પહેલાં છલકાયું શ્વેતાનું દર્દ સુશાંત સાથેના બાળપણના ફોટા શેર કરી લખી હૃદયસ્પર્શી પોસ્ટ! શ્વેતા સિંહ કીર્તિનું કહેવું છે કે આ પ્રકારની તમામ યાદોને તેઓ પોતાના દિલની નજીક રાખશે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને અવસાન પામે લગભગ ૬ વર્ષ થઈ રહ્યા છે. પરંતુ આ વર્ષાેમાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે તેમની બહેન શ્વેતા કીર્તિ સિંહે તેમને યાદ ન કર્યા હોય.

રક્ષાબંધન પહેલાં ગુરુવારે શ્વેતાએ ભાઈને યાદ કરીને એક ખાસ પોસ્ટ કરી હતી.શ્વેતા કીર્તિ સિંહે ઇન્સ્ટાગ્રામ પર ભાઈ સુશાંત સિંહ રાજપૂત સાથે બાળપણના કેટલાક ફોટા પોસ્ટ કર્યા, જેમાં બંનેએ સાથે વિતાવેલી ક્ષણો સામેલ છે. પ્રથમ તસવીરમાં સુશાંત બહેન શ્વેતા કીર્તિના રમકડાં સાથે રમી રહ્યા છે, તો બીજી તસવીરમાં શ્વેતા ભાઈને કલાકોંદ ખવડાવી રહી છે.આ પોસ્ટ દ્વારા શ્વેતા કીર્તિએ પોતાના ભાઈ અને એક્ટર સુશાંત સાથે વિતાવેલી ક્ષણો શેર કરી. તેમણે લખ્યું, 'મને આજે પણ આ દિવસ સારી રીતે યાદ છે. તમારી સાથે મારાં બધાં રમકડાં શેર કરીને હું કેટલી ખુશ હતી.

મારી એકમાત્ર ઢીંગલી, નાનું કિચન સેટ જે મને ગિફ્ટમાં મળ્યું હતુંપ તમને તેનાથી રમતા અને ખુશ થતા જાેઈને મને વધુ ખુશી મળતી હતી.'શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું, 'મીઠાઈઓ આપણા બંનેને ખૂબ પસંદ હતી અને તેની વાર્તા પણ બિલકુલ અલગ હતી. હું એ ચોક્કસ કરવા માંગતી હતી કે આપણા બંનેને સરખે ભાગે મળે. કોઈને વધુ નહીં, કોઈને ઓછું નહીં, બિલકુલ સરખું હોવું જાેઈતું હતું.'શ્વેતા સિંહ કીર્તિએ શેર કરેલી તસવીર વિશે જણાવતાં લખ્યું, 'આ તસવીરમાં રક્ષાબંધન પર ભાઈને કલાકોંદ ખવડાવતી વખતે મારો ચેહરો જુઓ, મને યાદ છે. હું એ વાતને લઈને કેટલી ચોક્કસ હતી કે તેને બરાબર અડધો જ આપું, જરા એ એક્સપ્રેશન જુઓ.

કેટલી ધ્યાનથી જાેઈ રહી છું કે તે મોટો બાઇટ ન લે.'શ્વેતા સિંહ કીર્તિનું કહેવું છે કે આ પ્રકારની તમામ યાદોને તેઓ પોતાના દિલની નજીક રાખશે. તેમણે લખ્યું, 'આ એ યાદો છે જેને હું હંમેશા મારા દિલની નજીક રાખીશ. પણ ભાઈ આવતા જન્મમાં, જાે મારો જન્મ થયો તો તારે મારી મોટી અને પ્રેમ કરતી બહેન બનવું પડશે અને હું તારી જેમ નટખટ, નાની વહાલી બહેન બનીશ. અને જાે હું મારી જિંદગીની સૌથી ખાસ ક્ષણોમાંથી એકને રોકી શકી હોત, તો આ તેનો સેન્ટર પીસ હોત અને આપણે બધા અહીં સાથે હોત. બિલકુલ એ જ રીતે જેમ આપણે હંમેશા માટે પરફેક્શનમાં કેદ હતા.'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat