Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાષ્ટ્રગાન-રાષ્ટ્રગીત માટે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, ખોટા ઉચ્ચારણ કે નિયમભંગ પર થશે કાર્યવાહી

રાષ્ટ્રગાન-રાષ્ટ્રગીત માટે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, ખોટા ઉચ્ચારણ કે નિયમભંગ પર થશે કાર્યવાહી

હેજ પણ ભૂલ પડશે તો લેવાશે એક્શન રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત માટે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ કયા પ્રસંગે માત્ર રાષ્ટ્રગીત અથવા માત્ર રાષ્ટ્રગાનનું ગાન/વાદન કરવું તેમજ કયા પ્રસંગે બંનેનું ગાન/વાદન કરવું તેની સ્પષ્ટતા કરવામાં આવી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ સરકારી અને રાજ્યપાલ કાર્યાલયો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત ગાતી કે વગાડતી વખતે તેના સાચા લખાણ, સાચી લિપિ અને શુદ્ધ ઉચ્ચારણનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.

આ આદેશમાં કયા પ્રસંગોએ રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત ફરજિયાતપણે ગાવું કે વગાડવું અને કયા પ્રસંગોએ તે ગાઈ કે વગાડી શકાય તે અંગેની વિગતવાર વિગતો ફરી યાદ અપાવવામાં આવી છે, તેમજ કોઈ પણ પ્રકારની બેદરકારી કે ભૂલ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
ભારત સરકારે રાષ્ટ્રગીત વંદે માતરમ અને રાષ્ટ્રગાન જન ગણ મનના ગાન/વાદન અંગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને કયા પ્રસંગોએ ગાવાં અથવા વગાડવાં, તેના માટેના નિયમો, સમય તેમજ યોગ્ય શબ્દોના ઉચ્ચારણનું કડક પાલનની સૂચના આપવામાં આવી છે.
માર્ગદર્શિકા મુજબ, કયા પ્રસંગે માત્ર રાષ્ટ્રગીત અથવા માત્ર રાષ્ટ્રગાનનું ગાન/વાદન કરવું તેમજ કયા પ્રસંગે બંનેનું ગાન/વાદન કરવું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
બંનેનું ગાન/વાદન સાથે થતું હોય ત્યારે સૌપ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવા અથવા વગાડવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના અધિકૃત શબ્દો તથા યોગ્ય ઉચ્ચારણનું પાલન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સમગ્ર દેશમાં તેનું ગૌરવ અને એકરૂપતા જળવાઈ રહે. સરકારના તમામ વિભાગો, સંસ્થાઓ અને સંગઠનોને આ માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનું સાચું લખાણ/પાઠ અને સાચું ઉચ્ચારણ ગૃહ મંત્રાલયની વેબસાઇટ https://www.mha.gov.in/en/documents/national-flag-emblem-anthem પર ઉપલબ્ધ છે.
આ સાથે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન/વાદન અંગે તા. ૧૩ જુલાઈ, ૨૦૨૬એ જાહેર કરેલી મૂળ માર્ગદર્શિકા સામેલ છે જેની તમામ સરકારી વિભાગો, સંસ્થાઓ તથા સૌ નાગરીકોએ નોંધ લેવા વિનંતી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat