Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્રનું એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ

સુરતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્રનું એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.

સુરત જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવેલ છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પાણી ભરાયેલા માર્ગો પર વાહન ચલાવવાનું ટાળવું તથા વીજળીના થાંભલા અને ખુલ્લા વાયરથી સુરક્ષિત અંતર જાળવવામા કહેવામાં આવેલ છે.

ભારે વરસાદ દરમિયાન નદી, તળાવ અને કાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવું.

જિલ્લા તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોએ સ્થાનિક પ્રશાસન, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.

નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા તથા માત્ર અધિકૃત સરકારી માધ્યમો દ્વારા આપવામાં આવતી માહિતી નું જ અનુસરણ કરવા અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat