Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ત્રાગડમાં 'આનકી હર્બલ' પર સરપ્રાઇઝ ચેકિંગ, રૂ.2.68 લાખનો ગેરકાયદે કોસ્મેટિક્સનો મુદ્દામાલ જપ્ત

ત્રાગડમાં 'આનકી હર્બલ' પર સરપ્રાઇઝ ચેકિંગ, રૂ.2.68 લાખનો ગેરકાયદે કોસ્મેટિક્સનો મુદ્દામાલ જપ્ત

ગેરકાયદેસર કોસ્મેટિક ઉત્પાદન અને રીપેકિંગ કરતી પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચાલુ ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં 'આનકી હર્બલ'નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત શિવાન્તા રીગેલના ફ્લેટ ખાતે કોસ્મેટિક્સનું રીપેકીંગ અને ગ્લિસરીન સાબુનું ગેરકાયદે ઉત્પાદન ચાલતું હતું રાજ્યભરમાં ગેરકાયદે કોસ્મેટિક ઉત્પાદન અને રીપેકિંગ કરતી પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

નાગરિકોના આરોગ્ય અને સલામતી સાથે ચેડાં કરતી આવી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારના 'ઝીરો ટોલરન્સ' અભિગમ હેઠળ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ ઝુંબેશ અંતર્ગત કમિશનરને મળેલી ગુપ્ત બાતમીના આધારે, ટીમે અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલી 'આનકી હર્બલ' નામની પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આ પેઢી જરૂરી લાઇસન્સ મેળવ્યા વિના તથા ગુણવત્તાનું પરીક્ષણ કર્યા વગર જ ગેરકાયદે રીતે કોસ્મેટિક્સનું ઉત્પાદન અને બલ્ક પેકમાંથી રીપેકિંગ કરતી હોવાનું સામે આવ્યું હતું.'આનકી હર્બલ' નામની પેઢી પર કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ફેરનેસ ક્રીમ, ડાર્ક સર્કલ ક્રીમ, શેમ્પુ, હેર ઓઇલ, બોડી વોશ, ફેસ વોશ, સ્ક્રબ, સોલિડ પરફ્યુમ તેમજ ગ્લિસરીન બેઝ સાબુનો જથ્થો, કાચો માલ, પેકિંગ મટીરીયલ અને છાપેલા લેબલ્સ સહિત કુલ રૂ.૨.૬૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. તંત્રની વધુ તપાસમાં ખુલાસો થયો છે કે, આ પ્રવૃત્તિ માટેનું બલ્ક મટીરીયલ અમદાવાદના ઓઢવ સ્થિત 'રવી માર્કેટીંગ' પાસેથી ખરીદવામાં આવતું હતું, જ્યારે શિવાન્તા રીગેલના ફ્લેટ ખાતે કોસ્મેટિક્સનું રીપેકીંગ અને ગ્લિસરીન સાબુનું ગેરકાયદે ઉત્પાદન ચાલતું હતું. આ બાબતે 'રવી માર્કેટીંગ' ખાતે પણ તપાસ લંબાવવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી ઔષધિય ગુણવત્તાની ચકાસણી માટે ૧૦ વિવિધ કોસ્મેટિક પ્રોડક્ટ્સના નમૂનાઓ લઈ લેબોરેટરી પૃથક્કરણ અર્થે મોકલી અપાયા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat