Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચાણક્ય નીતિ: પુરુષે આ 4 પ્રકારની સ્ત્રીઓની આસપાસ પણ ન ભટકવું, નહીં તો તમારું સંપુર્ણ જીવન બરબાદ થઈ જશે.

ચાણક્ય નીતિ: પુરુષે આ 4 પ્રકારની સ્ત્રીઓની આસપાસ પણ ન ભટકવું, નહીં તો તમારું સંપુર્ણ જીવન બરબાદ થઈ જશે.

ચાર્ય ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી હતા. ચાણક્યએ બતાવેલા વિચારો લોકોના જીવનને રાહ દેખાડવાનું કામ કરે છે. જે પણ આચાર્ય ચાણક્યના વિચારોને પોતાના જીવનમાં ઉતારી લે છે તેઓ જીવનમાં સફળ થઈ જાય છે. તેમણ જીવનના વિવિધ પહેલુઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

આચાર્ય ચાણક્યએ મહિલાઓ વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. તેમણે પુરુષોને કેટલીક મહિલાઓથી અંતર જાળવી રાખવાની વાત કરી છે.

કારણ કે આવી મહિલાઓ પુરુષોનું જીવન સંપૂર્ણ રીતે બરબાદ કરી દે છે. જાણો તે મહિલાઓ વિશે.

સ્વાર્થી અને લાલચું સ્ત્રીઓ

આચાર્ય ચાણક્ય કહે છે કે જે સ્ત્રીઓ સ્વાર્થી અને લાલચી હોય તેમનાથી પુરુષોએ દૂર રહેવું જોઈએ. આવી મહિલાઓ પોતાના સ્વાર્થથી તમારી સાથે જોડાય છે અને સ્વાર્થ પૂરો થઈ જાય એટલે તમારાથી અંતર જાળવી લે છે.

જો આવી સ્ત્રીઓ સાથે કોઈ પુરુષ સંપર્ક રાખે તો તેમણે આવી મહિલાઓથી તરત જ અંતર જાળવી લેવું જોઈએ. નહીં તો પુરુષોનો સંપૂર્ણ રીતે સર્વનાશ થઈ જશે.

સંસ્કારહીન મહિલાઓથી અંતર

આચાર્ય ચાણક્ય કહે છે કે જે સ્ત્રીઓમાં સંસ્કાર ન હોય તો તેમનાથી અંતર જાળવવું જોઈએ. કારણ કે તનની સુંદરતા ક્ષણિક હોય છે. તે થોડા સમય માટે મૂલ્યવાન હોય છે. પરંતુ જે સ્ત્રીઓ સુશીલ અને સંસ્કારી હોય છે તેઓ જીવનભર બીજા વ્યક્તિનો આદર અને સન્માન કરે છે. જો સંસ્કાર હીન સ્ત્રીઓ જોડે સંબંધ રાખશો તો તે તમારા માન સન્માનને ઘટાડવાનું કામ કરે છે.

ચરિત્રહીન સ્ત્રીઓથી દૂર રહો

જે સ્ત્રીઓ એક સાથે અનેક પુરુષો સાથે સંબંધ ધરાવતી હોય તેને વેશ્યા કહે છે. આવામાં આવી સ્ત્રીઓની આસપાસ પણ પુરુષોએ ન ભટકવું જોઈએ. આ સ્ત્રીઓથી હંમેશા અંતર જાળવવું જોઈએ.

આચાર્ય ચાણક્યએ તો એટલે સુદ્ધા કહ્યું છે કે ચરિત્રહીન મહિલાઓના ઘરે ભોજન કરવું એ પાપ સમાન છે. આવી સ્ત્રીઓ સાથે સંબંધ રાખનાર વ્યક્તિ જીવનભર પરેશાન રહે છે.

અજ્ઞાની મહિલાઓથી દૂર

આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ એવી મહિલાઓથી પણ અંતર જાળવવું જોઈએ કે જે અજ્ઞાન હોય, અભણ હોય. આવી સ્ત્રીઓ સાથે રહેવાથી પોતાનું પણ નુકસાન થાય છે.

તેમણે કહ્યું કે છોકરીઓએ ભણેલા ગણેલા હોવું જોઈએ. કારણ કે જ્ઞાની મહિલાઓ જ સમાજનું નિર્માણ કરે છે. આ મહિલાઓ પરિવારના વિકાસની સાથે સાથે સમાજનો પણ વિકાસ કરે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: GK Maru Gujarat