Gujarat Post

49k Followers

કોરોનામાં સ્કૂલો શરૂ કરવાને લઈને લેવાયો નિર્ણય, જાણો શું છે સરકારની ગાઈડલાઈન્સ ?

11 Aug 2020.11:02 AM

પ્રતિકાત્મક ફોટો

ગાંધીનગરઃ કોરોનાની મહામારી વચ્ચે વિધાર્થીઓનું ભણતર રોળાઇ રહ્યું છે, ચાર મહિનાથી બંધ શાળાઓ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે.એક બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર તબક્કાવાર રીતે સ્કૂલો ખોલવામાં આવશે.ઉચ્ચ માધ્યમિક સ્કૂલો ગાઈડલાઈન્સ પ્રમાણે શરૂ કરાશે.જેમાં પ્રાથમિક સ્કૂલો ઓનલાઈન ચાલુ રહેશે, અને કેમ્પસમાં જવાનું થશે ત્યારે સ્કૂલ સમય 3-4 કલાકનો રખાશે.વિદ્યાર્થીઓને જરૂરી એવા ખાસ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે. ઓછી બુક્સ સાથે ફરી સ્કૂલો શરૂ કરાશે. આ રીતે જ્યારે ભણવા માટે ઓછો સમય મળી રહ્યો છે ત્યારે કોઈ પણ બ્રેક આપવામાં આવશે નહીં.

દેશમાં કોરોનાની પરિસ્થિતિને જોતાં સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં જ આ માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે. બાળકોના અભ્યાસનું નુકસાન થવા છતાં આ વર્ષને માસ પ્રમોશન જાહેર કરાશે નહીં. તેને સત્રમાં જ ગણવામાં આવશે. રાજ્યની તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર ખાસ તૈયારીઓ કરી રહી છે. અનલોક 3માં દેશ ફરીથી નોર્મલ થઈ રહ્યો છે, શૈક્ષણિક સત્ર 2020-21 નું અડધું સત્ર પૂર્ણ થયું છે. પરંતુ શિક્ષણ સંસ્થાઓ બંધ છે. આ માટે સ્કૂલો ખોલવા માટે રાજ્યોની અમુક વ્યક્તિઓના સૂચનો લેવામાં આવ્યાં છે. અલગ અલગ રાજ્યોમાં ઓક્ટોબર સુધીમાં સ્કૂલો શરૂ કરવાની સરકાર યોજના બનાવી રહી છે.

નોંધનીય છે કે અત્યારે મોબાઇલ જેવા ડિવાઇસ દ્રારા બાળકો પોતાનું ભણતર પુરું કરી રહ્યાં છે, જેવા કે ટીવી, રેડિયો, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટરની મદદથી ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યાં છે. પરંતુ લાંબા સમય સુધી ઓનલાઈન શિક્ષણ શક્ય નથી. આ કારણે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં સ્કૂલો ફરી ખોલવામાં આવી શકે છે.શિક્ષા મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલય મળીને ગાઈડલાઈન તૈયાર કરશે.ત્યાર બાદ પણ શાળાઓ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર નક્કી કરશે.

પર સૌથી ઝડપી સમાચાર

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Gujarat Post

#Hashtags