. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી કે આજની રાત એક આખી સભ્યતા માટે અંતિમ સાબિત થઈ શકે છે. ૪૮ કલાકની મુદ્દત પૂર્ણ થવાની તૈયારીમાં છે, પરંતુ તે પહેલા જ ભીષણ બોમ્બમારો શરૂ થઈ ગયો છે
. અમેરિકા અને ઈઝરાયલે વ્યૂહાત્મક લક્ષ્યો પર હુમલા કરીને ઈરાનને ઘેરવાનું શરૂ કર્યું છે
Iran War: ઈરાન જંગ (Iran War) ગત 6 સપ્તાહથી ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.
તેની સમયમર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે. પરંતુ તેના પહેલા ટ્રમ્પે ઈરાનને એક મોટી ધમકી આપી દીધી છે.
ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા કહ્યુ છે કે આજની રાત્રિએ એક આખી સભ્યતા સમાપ્ત થઈ જશે, તેને પાછી લાવી શકાશે નહીં. હું આવું ઈચ્છતો નથી, પરંતુ કદાચ આવું થશે. તેની સાથે એવી આશંકાઓ પણ પ્રવર્તી રહી છે કે શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ હુમલા (Nuclear Attack) નો વિચાર કરી રહ્યા છે?
Trump ની સોશયલ મીડિયા પોસ્ટ
ટ્રમ્પે સોશયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ છે કે હવે અમે ઈરાનમાં સત્તા બદલી નાખી છે. હવે ત્યાં પહેલાની સરખામણીએ સ્માર્ટ અને ઓછા કટ્ટરપંથી લોકો છે. કોને ખબર કે કેટલાક ક્રાંતિકારી પગલા ઉઠાવી લેવામાં આવે? આપણને આજે રાત્રે ખબર પડી જશે. આ દુનિયાના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ પળ હોઈ શકે છે. 47 વર્ષની ખંડણી, ભ્રષ્ટાચાર અને મોતનું તાંડવ આખરે સમાપ્ત થશે. ઈશ્વર મહાન છે. ઈરાની જનતા પર કૃપા બનાવી રાખો.

ડેડલાઈન સમાપ્તિ પહેલા જ ડેડલી એટેક!
મહત્ત્વપૂર્ણ છે કે ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે એક દિવસ પહેલા જ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને ઈરાનમાં ફસાયેલા અમેરિકાના એરમેનના રેસ્ક્યૂ ઓપરેશનની વિગતવાર જાણકારી આપી હતી. ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ (Hormuze) ખોલવા અને ડીલ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે જલ્દી સમાપ્ત થઈ રહ્યું છે. તેના પહેલા જ ઈરાન પર હુમલા પણ શરૂ થઈ ચુક્યા છે.
જો કે ટ્રમ્પ આના પહેલા ત્રણવાર ડેડલાઈન લંબાવી ચુક્યા છે અને નવી ડેડલાઈન 7 એપ્રિલે સમાપ્ત થઈ રહી છે. પહેલી ચેતવણી 48 કલાકની હતી, જેને બાદમાં પાંચ દિવસ સુધી લંબાવવામાં આવી અને પછી ડેડલાઈન 10 દિવસ લંબાવાય. આ પ્રકારે 48 કલાકની મૂળ સમયમર્યાદા હવે લંબાવીને 408 કલાક થઈ ચુકી છે.

