Dailyhunt
Ahmedabad: કારમાંથી મૃત હાલતમાં આધેડ મળ્યા, શું ચાલુ ગાડીએ હાર્ટ એટેક આવ્યો?

Ahmedabad: કારમાંથી મૃત હાલતમાં આધેડ મળ્યા, શું ચાલુ ગાડીએ હાર્ટ એટેક આવ્યો?

Gujarat First 1 week ago
  • Ahmedabad ના સોલા ગામ વિસ્તારમાંથી મળ્યો મૃતદેહ
  • ઇન્દિરા વસાહત સામેથી કારમાંથી મળ્યો મૃતદેહ
  • 45 વર્ષિય હર્ષદ પ્રજાપતિ નામના પુરૂષનો મળ્યો મૃતદેહ

Ahmedabad: અમદાવાદના સોલા ગામ વિસ્તારના ઇન્દિરા વસાહત નજીકથી કારમાંથી મૃત હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. આ મામલાની જાણ થતાં જ સોલા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તારણ છે કે આ વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થઈ હોઈ શકે છે. હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: ઉભેલી કારમાંથી મળ્યો મૃતદેહ

મળતી જાણકારી અનુસાર ગત રાત્રે સોલા વિસ્તારમાં આવેલી ઇન્દિરા વસાહતની બરાબર સામે પાર્ક કરેલી એક કારમાંથી એક આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે તોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકનું નામ હર્ષદ પ્રજાપતિ (Harshad Prajapati) છે અને તેમની ઉંમર આશરે 45 વર્ષની હતી. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોના જણાવ્યા અનુસાર હર્ષદભાઈ પોતાની કાર લઈને નીકળ્યા હતા, પરંતુ ઇન્દિરા વસાહત પાસે તેમની કાર ઉભી રહી ગઈ હતી. કારમાં તપાસ કરતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

હાર્ટ એટેક કારણ હોઈ શકે: પરિવાર

મૃતકના પરિવારજનોનું પ્રાથમિક અનુમાન છે કે હર્ષદભાઈનું મોત અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે થયું હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નાની વયના અને આધેડ વયના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે તેમને અચાનક ગભરામણ થઈ હોવાની અને ત્યારબાદ હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે. જો કે તેમને ચાલુ કાર કે પાર્ક કર્યા બાદ આ ઘટના બની તે તપાસનો વિષય બની છે.

સોલા પોલીસની કાર્યવાહી

સોલા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માતે મોત (AD) નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે મૃત્યુ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First