- ખડગેના નિવેદન સામે Ahmedabad ભાજપ મેદાનમાં
- ઇન્કમટેક્સ ચાર રસ્તા પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન
- ધારાસભ્ય અમિત શાહ અને અમૂલ ભટ્ટ સહિતના નેતા હાજર
- કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ મૌન ધારણ કરી નોંધાવ્યો આકરો રોષ
- ગુજરાતની અસ્મિતાના અપમાનના મુદ્દે ભાજપ આક્રમક મૂડમાં
- શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરી
Ahmedabad BJP : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) દ્વારા ગુજરાતની જનતા માટે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યભરમાં રાજકીય પારો ગરમાયો છે.
આ નિવેદનના વિરોધમાં આજે અમદાવાદ શહેર ભાજપ (Ahmedabad City BJP) દ્વારા શહેરના જાણીતા ઇન્કમટેક્સ ચાર રસ્તા (Income Tax Crossroad) ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
Ahmedabad માં કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ
ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ખડગેના નિવેદનને ગુજરાતની અસ્મિતાનું અપમાન ગણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ પોતાના હાથ પર કાળી પટ્ટી (Black Ribbon) બાંધીને આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, આક્રમક સૂત્રોચ્ચારને બદલે કાર્યકર્તાઓએ મૌન ધારણ (Silent Protest) કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જે ખડગેના નિવેદન સામે એક ગંભીર સંદેશ આપવાનો પ્રયાસ હતો.
દિગ્ગજ નેતાઓની હાજરી
આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદના જાણીતા ધારાસભ્યો (MLAs) અમિતભાઈ શાહ (Amit Shah), દિનેશભાઈ કુશવાહ (Dinesh Kushwaha), અને અમૂલભાઈ ભટ્ટ (Amul Bhatt) સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. તેમની સાથે અમદાવાદ શહેર ભાજપના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
‘સમગ્ર ગુજરાતનું અપમાન’
નેતાઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને ‘અશિક્ષિત’ ગણાવીને ખડગેએ માત્ર પક્ષનું જ નહીં પરંતુ સમગ્ર રાજ્યનું અપમાન કર્યું છે. ભાજપના મતે, કોંગ્રેસ જ્યારે પણ ચૂંટણીમાં હાર ભાળી જાય છે ત્યારે તે પ્રજાના અપમાન પર ઉતરી આવે છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા ભાજપે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં આ મુદ્દે કોંગ્રેસને ઘેરવાની રણનીતિ વધુ તેજ બનાવવામાં આવશે.

