Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ahmedabad News: આસારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરશે, તૈયારીઓ તેજ

Ahmedabad News: આસારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરશે, તૈયારીઓ તેજ

Gujarat First 2 weeks ago

Ahmedabad News: અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમના દબાણો દૂર કરવા માટે તંત્રએ કમર કસી છે. કાર્યવાહીના પ્રથમ તબક્કા તરીકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલા અનધિકૃત બાંધકામના કેટલાક ભાગને તોડી પાડ્યો છે. આ પ્રાથમિક કાર્યવાહી એ સંકેત આપે છે કે તંત્ર હવે લાંબા સમયથી ચાલી રહેલા દબાણના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મક્કમ છે.

આગામી દિવસોમાં મેગા ડિમોલિશનની શક્યતા

મળતી જાણકારી અનુસાર ગેટ પાસેની ડિમોલિશનની શરુઆત થઈ છે. ગેટ પાસેનો કેટલોક ભાદ તોડી પાડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી થોડા દિવસોમાં આશ્રમ પરિસરમાં એક મોટા પાયે ‘મેગા ડિમોલિશન’ અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

પોલીસ બંદોબસ્તની કરવામાં આવી માગ

કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાનિક પોલીસ પાસે ખાસ બંદોબસ્તની માંગણી કરી છે. આશ્રમની સંવેદનશીલતાને જોતા, ડિમોલિશન દરમિયાન મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે. તંત્રનું મુખ્ય લક્ષ્‍ય કોઈપણ અવરોધ વગર સમગ્ર દબાણને દૂર કરવાનું અને સરકારી જમીનને ખુલ્લી કરવાનું છે.

Dhandhuka-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એકનું મોત, અન્ય લોકો ઈજાગ્રસ્ત

Asaram ના આશ્રમ પર ફરી વળશે બુલડોઝર! જમીન પચાવી પાડ્યાનો હાઈકોર્ટમાં ખુલાસો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First