Amarnath Yatra : સનાતન ધર્મમાં ચારધામ યાત્રા અને અમરનાથની યાત્રાનું આગવું મહત્વ છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો બાબા અમરનાથના દર્શન કરવા જાય છે. કેન્દ્ર સરકારે આગામી 3 જુલાઈથી શરૂ થનારી પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે ગૃહ મંત્રાલય (MHA) એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની 670 કંપનીઓને તૈનાત કરવાની મંજૂરી આપી છે.
આ અમરનાથની યાત્રા 3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી ચાલશે. જે દરમિયાન સુરક્ષાના ખાસ આયોજન કરવામાં આવ્યા છે.
Amarnath Yatra : અમરનાથ યાત્રામાં માર્ગ પર કરાઈ ખાસ સુરક્ષા
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની તૈનાતી 25 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ તૈનાતીમાં બાલતાલ (Baltal) અને નુનવાન (Nunwan) બેઝ કેમ્પ ઉપરાંત જમ્મુ-શ્રીનગર હાઇવે (National Highway) અને પઠાણકોટ-જમ્મુ માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતા રેલ્વે ટ્રેક (Railway Track) અને ખાસ કરીને વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ના રૂટ પર પણ વધારાની દેખરેખ રાખવામાં આવશે.
જાણો સુરક્ષાનો વ્યાપ અને વ્યૂહરચના
આ વર્ષે લેવાયેલા સુરક્ષા નિર્ણયોમાં રોડ ઓપનિંગ પાર્ટીઓ (ROP) ની ભૂમિકા મહત્વની રહેશે. જમ્મુ અને કાશ્મીર પોલીસ (J&K Police) અને ભારતીય સેના (Indian Army) ના સંકલન સાથે સમગ્ર યાત્રા માર્ગ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ઉધમપુરથી કાઝીગુંડ સુધીના રેલ્વે કોરિડોર પર એરિયા ડોમિનેશન પેટ્રોલિંગ દ્વારા સતત નજર રાખવામાં આવશે. હાલમાં ૩.૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન (Registration) કરાવ્યું છે, જે દર્શાવે છે કે આ વર્ષે યાત્રાળુઓનો મોટો પ્રવાહ જોવા મળશે.
Monsoon 2026 : ચોમાસા પર અલ નીનોનું સંકટ ? IMDએ વરસાદને લઈ આપી ચિંતાજનક આગાહી !

