Amreli: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમરેલીની મુલાકાતે છે. ગુજરાત ગૌરવ સરોવર લોકાર્પણ કરતાં કહ્યું સરોવર જોઈને આત્માને અદ્દભુત શાંતિ મળે છે. એક તળાવ બનાવવાથી 10 પુત્રો જેટલું પુણ્ય મળે છે. 1985, 1986 અને 1987 દરમિયાન ગુજરાતમાં ભારે દુકાળની સ્થિતિ હતી. જોકે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા બાદ સૌરાષ્ટ્ર પાણીદાર બન્યું અને ત્યારથી એકપણ દુકાળ પડ્યો નથી.
અમિતભાઈએ જણાવ્યું કે આજે નર્મદાનું પાણી સમગ્ર સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે. નરેન્દ્રભાઈએ જળ શક્તિ મંત્રાલય શરૂ કરાવ્યું હોવાનું પણ તેમણે કહ્યું. ધોળકિયા પરિવારે 1100 ગામોમાં હનુમાન મંદિરો બનાવ્યા હોવાનું જણાવતાં તેમણે ગુજરાતમાં સરોવરો, ચેકડેમ અને હરિયાળા વિસ્તારોમાં વધારો થયો હોવાનું કહ્યું. જુઓ વીડિયો...

