Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Banaskantha: અંબાજી મંદિરે આરતીમાં ભક્તોની ભારે ભીડ, મેયર હિતેશ બારોટ સહિત લોકો જોડાયા

Banaskantha: અંબાજી મંદિરે આરતીમાં ભક્તોની ભારે ભીડ, મેયર હિતેશ બારોટ સહિત લોકો જોડાયા

Gujarat First 1 week ago

Ambaji Temple: બનાસકાંઠાના અંબાજી ધામમાં શ્રાવણી પૂનમ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. સાંજની આરતી સમયે મંદિર પરિસર સહિત સમગ્ર અંબાજી નગર ભક્તોથી ઉભરાઈ ગયું હતું.

સાંજની આરતીમાં રાજકીય આગેવાનોની હાજરી

શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે અમદાવાદના મેયર હિતેશ બારોટ સાથે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન પણ અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં જોડાયા હતા.

ત્રણેય આગેવાનો લાંબા સમયથી પૂનમના દિવસે અંબાજી માતાજીના દર્શન માટે આવતા હોવાની માહિતી મળી છે.

અકસ્માત બાદ માનવતાનું ઉદાહરણ

અંબાજી પહોંચતા પહેલા મેયર હિતેશ બારોટના કાફલાની નજર રસ્તા પર થયેલા અકસ્માત પર પડી હતી. અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાતા તેમણે પોતાની ગાડી રોકાવી હતી અને તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે પહોંચ્યા હતા.હિતેશ બારોટે ઘટનાસ્થળેથી પોલીસ અને 108 ઈમરજન્સી સેવા [Emergency Service]ને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સેવા બાદ માતાજીના દર્શન

અકસ્મતમાં ઈજાગ્રસ્તોની મદદ માટે રોકાયા બાદ હિતેશ બારોટ અંબાજી મંદિર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ધારાસભ્યો સાથે સાંજની આરતીમાં હાજરી આપી માતાજીના દર્શન કર્યા હતા.શ્રાવણી પૂનમને લઈને અંબાજીમાં દિવસભર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આસ્થા વચ્ચે અકસ્માતગ્રસ્તોની મદદ માટે મેયરે વાહન રોકાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

: BJP Meeting: ભાજપે યુવાનોના મૂડ સમજવા દિલ્હીમાં બેઠક બોલાવી, ગુજરાતથી હેમાંગ જોશી જશે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First