- Devbhoomi Dwarka ના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ
- ભાટિયા અને કેનેડી પંથકમાં પડયો વરસાદ
- વરસાદના કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો ખોરવાયા
- કેનેડી ગામે ભાગવત સપ્તાહમાં વરસાદ પડતા ભક્તોને હાલાકી
Devbhoomi Dwarka: ગુજરાત સતત કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યું છે. તાજેતરમાં પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતુ. ત્યારે આજે ફરી ગુજરાતના અનેક જીલ્લઓમાં વાતાવરણ પલટાયું છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી (Prediction) મુજબ આજે 2 એપ્રિલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અચાનક ગાજવીજ (Thunderstorm) સાથે વરસાદ ખાબક્યો છે. ધોમધખતા ઉનાળાના સમયે આવેલા આ માવઠાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે, પરંતુ તેની સીધી અસર જનજીવન અને ધાર્મિક આયોજનો પર જોવા મળી છે. સાથે સાથે ખેડૂતોને પણ માઠી અસર થઈ છે. કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.
Devbhoomi Dwarka ના ભાટિયા અને કેનેડી પંથકમાં વરસાદી આફત
આજે કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથકો ગણાતા ભાટિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું. જેથી જોતજોતામાં તેજ પવન (Strong winds) અને કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે. ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે આવેલા આ વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ધાર્મિક કાર્યક્રમોમાં વરસાદી વિઘ્ન
ચૈત્ર માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ધાર્મિક ઉત્સવો અને કથાના આયોજનો થતા હોય છે. કેનેડી ગામે ચાલી રહેલી પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ (Religious Discourse) દરમિયાન તેજ પવન સાથે વરસાદ તૂટી પડતા ભક્તોને ભારે હાલાકી પડી હતી. મંડપમાં બેઠેલા ભક્તો (Devotees) ને ઉભા થવું પડ્યું હતુ. સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો ખોરવાઈ (Disrupted) જતાં આયોજકો અને ભક્તોને મુશ્કેલી પડી છે.
કચ્છમાં પણ વરસાદી ઝાંપટા
કચ્છ જીલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. અહીં ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. મીરજાપર અને સુખપરમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. જેથી અહીંના ખેડૂતોમાં પણ માવઠાના પગલે તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

