ભાવનગરમાં સાયબર ક્રાઇમના ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. ગુજરાતનો આ બીજો સાયબર ક્રાઇમ ગુજસીટોક ગુનો નોંધાયો છે. અંદાજિત રૂપિયા 21 કરોડની લેતી દેતી થયાની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી હતી. રૂપિયા 8 કરોડના ટ્રાન્ઝેક્શનના પોલીસને પુરાવા મળ્યા છે. 134 મ્યુઅલ એકાઉન્ટથી ગેરકાયદે નાણાકીય વ્યવહારો થયા હોવાનો ખુલાસો થયો છે. કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો છે.

