- Chandkheda Mystery Case માં નવો વળાંક
- ચાંદખેડા કેસમાં સસ્પેન્સનો બીજો ભાગ હવે શરૂ
- બે બાળકીઓના મોતનો કોયડો ઉકેલવા પોલીસનો ધમધમાટ
- બાળકીઓના પિતાની 2 કલાક કડક પૂછપરછ
- બાળકીઓના મોતના મામલે પિતાનું એક જ રટણ, ‘મેં હત્યા નથી કરી’
- પોલીસની તમામ આશાઓ હવે ફોરેન્સિક લેબ પર
Chandkheda Mystery Case: અમદાવાદ (Ahmedabad) ના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે.
આ કેસ વધુ જટિલ બનતા હવે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા પરિવારના સભ્યોની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પિતાની પૂછપરછમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે, જેના કારણે આ ઘટના અકસ્માત છે કે હત્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
Chandkheda Mystery Case માં નવો વળાંક
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિ (Vimal Prajapati) ની DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ જોડાયા હતા. પૂછપરછ દરમિયાન પિતા વિમલે પોતાની બાળકીઓની હત્યા કરી હોવાનો સાફ ઈનકાર કર્યો છે.

પિતાનું સતત એક જ રટણ
પિતાનું સતત એક જ રટણ છે કે ખાવાની કોઈ વસ્તુમાં ઝેરી પદાર્થ (Toxic Substance) ભળ્યો હોવાને કારણે આ દુર્ઘટના બની છે. જોકે, પોલીસ હજુ પણ પિતાના નિવેદન પર પૂર્ણ વિશ્વાસ રાખવાને બદલે અન્ય પાસાઓ પર તપાસ કરી રહી છે.
શું બાળકીઓની માતા ખોલશે રાજ?
બીજી તરફ, બાળકીઓની માતા ભાવના (Bhavna) હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માતાની તબિયત સુધર્યા બાદ અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેમની પણ વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે. માતાના નિવેદન બાદ આ કેસમાં વધુ વિગતો સામે આવી શકે તેમ છે. હાલમાં પોલીસ માટે આ કેસ એક કોયડો બની ગયો છે કે આ કોઈ આકસ્મિક ઝેરી અસર છે કે પછી કોઈ કાવતરું.

પોલીસની તમામ આશાઓ હવે ફોરેન્સિક લેબ પર
આ સમગ્ર રહસ્યમયી કેસમાં હવે પોલીસની તમામ મીટ FSL (Forensic Science Laboratory) ના રિપોર્ટ પર મંડાયેલી છે. FSL રિપોર્ટમાં જ એ સ્પષ્ટ થશે કે બાળકીઓના શરીરમાં કયા પ્રકારનું ઝેર ગયું હતું અને તે કયા ખોરાક દ્વારા શરીરમાં પહોંચ્યું હતું. આ રિપોર્ટ પોલીસ માટે તપાસની સૌથી મહત્વની કડી સાબિત થશે, જેના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં જે ક્યારેય નથી બન્યું તે Dahod માં થયું, જાણો શું છે આ મિસ્ટ્રી?

