Cockroach Janta Party : દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કોકરોચ જનતા પાર્ટી (CJP) ને એક મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે CJP દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર તેના એકાઉન્ટના બ્લોકિંગને પડકારતી અરજીમાં કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાલના તબક્કે તરત કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી અને તમામ પક્ષોને સાંભળ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આખું એકાઉન્ટ બંધ કરવું યોગ્ય નથી : અરજદારની દલીલ
આ મામલો CJPના સ્થાપક અભિજીત દીપ્કે દ્વારા દાખલ કરાયેલી અરજી સાથે સંબંધિત છે, જેમાં તેમણે કેન્દ્ર સરકારના તે નિર્ણયને પડકાર્યો છે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા (National Security)ના કારણો આપી X એકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યો હતો. અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલ (Akhil Sibal) હાજર રહ્યા હતા, જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta)એ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે દલીલ કરી કે જો કોઈ ચોક્કસ પોસ્ટ્સ વાંધાજનક (Objectionable Content) હોય તો તેને દૂર કરી શકાય છે, પરંતુ આખું એકાઉન્ટ સસ્પેન્ડ કરવું યોગ્ય નથી. બીજી તરફ કોર્ટે નોંધ્યું કે સંબંધિત બ્લોકિંગ ઓર્ડર (Blocking Order) હાલ કોર્ટના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી અને અરજદાર દ્વારા પણ તેને સંપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યો નથી.
હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગની આપી મંજૂરી
કોર્ટે વધુમાં કહ્યું કે આ પ્રકારના કેસોમાં કાયદાકીય સ્થિતિ (Legal Position) હજી પ્રારંભિક તબક્કામાં છે, તેથી અંતિમ નિર્ણય પહેલા તમામ દલીલો અને દસ્તાવેજોનું વિશ્લેષણ જરૂરી છે. સાથે જ મામલો સમીક્ષા સમિતિ (Review Committee)ને સોંપવામાં આવ્યો છે, જ્યાં અરજદાર પોતાની તમામ રજૂઆતો આપી શકે છે. કોર્ટે એ પણ મંજૂરી આપી કે જો અરજદાર અભિજીત દીપ્કે ભારતમાં હાજર ન હોય તો તે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) દ્વારા સુનાવણીમાં જોડાઈ શકે છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયામાં વિગતવાર સોગંદનામું (Affidavit) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈ (6 July Hearing)ના રોજ થશે, જ્યાં એકાઉન્ટ બ્લોકિંગ અને તેના કાનૂની પાસાઓ પર વધુ વિગતવાર ચર્ચા થવાની શક્યતા છે.

