. સપ્લાય ચેઈન ખોરવાતા ભારતે રશિયા પાસેથી તેલની આયાતમાં રેકોર્ડબ્રેક 90% નો ઉછાળો નોંધાવ્યો છે . ‘ફોર્સ મેજ્યોર’ જાહેર થવાને કારણે કતરથી આવતા ગેસમાં 92% નો મોટો ઘટાડો નોંધાયો છે, જે ચિંતાનો વિષય છે
. હોર્મુઝને બાયપાસ કરવા ભારત હવે સાઉદીની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન અને આફ્રિકન દેશો પર નિર્ભરતા વધારી રહ્યું છે
Crude Oil: પશ્ચિમ એશિયા (West Asia) માં વધતા તણાવ અને હોર્મુઝ (Hormuz) માં અડચણે ભારતની ઊર્જા રણનીતિ (Energy Strategy) ને સંપૂર્ણપણે બદલી નાખી છે.
માર્ચમાં ભારતે (India) રશિયા (Russia) ના ખનીજતેલ (Crude Oil) ની ખરીદી અચાનક 90 ટકા વધારી દીધી છે. જ્યારે કુલ ઈમ્પોર્ટમાં ઘટાડો થયો છે.
બીજી તરફ એલપીજી (LPG) અને એલએનજી (LNG) ની સપ્લાઈમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ભારતની મજબૂરીમાં નવો માર્ગ પસંદ કરવો પડયો, જેનાથી સ્પષ્ટ છે કે ગ્લોબલ જિયોપોલિટિક્સ હવે સીધું દેશની એનર્જી સિક્યોરિટીને પ્રભાવિત કરી રહ્યું છે.
વિશ્વના સૌથી મહત્ત્વના ઓઈલ રુટ (Oil Root) માં હલચલ
હોર્મુઝ (Hormuz) કે જ્યાં દુનિયાના મોટાભાગનું ખનીજતેલ પસાર થા છે, ત્યાં આવેલી અડચણે ભારતની આખી ઓઈલ સ્ટ્રેટજી (Oil Strategy) ને બદલી નાખી છે. ભારત, જે પોતાની જરૂરિયાતોનો 85 ટકા જેટલો હિસ્સો ઈમ્પોર્ટ કરે છે, અચાનક સપ્લાઈમાં સંકટ આવવાને કારણે ફસાયું છે.
એક મોટો અને ઝડપી નિર્ણ કરીને ભારતે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી શરૂ કરી છે. રિપોર્ટ મુજબ, માર્ચમાં ભારતે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદીમાં 90 ટકા જેટલો ધરખમ વધારો કર્યો છે.
આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે ખનીજતેલની આયાત લગભગ 15 ટકા ઘટી ગઈ હતી. એટલે કે સ્પષ્ટ છે કે ખનીજતેલમાં ઘટાડો આવ્યો, પરંતુ જ્યાંથી આવ્યો, ત્યાં ઝડપથી બદલાવ થયો.
કહાની અહીં ખતમ થતી નથી. ગેસ માર્કેટ (Gas Market) માં પણ મોટો આંચકો લાગ્યો. એલપીજી (LPG) એટલે કે રાંધણગેસના ઈમ્પોર્ટમાં લગભગ 40 ટકાનો ઘટાડો આવ્યો. ત્યારે એલએનજી (LNG) એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસની સપ્લાઈ પણ ઘટી ગઈ.
સૌથી મોટો આંચકો આવ્યો કતરથી, કતર (Qatar) થી એલએનજી સપ્લાઈ લગભગ 92 ટકા સુધી ઘટી ગઈ, કારણ કે ત્યાં ફોર્સ મેજ્યોર ઘોષિત કરવામાં આવ્યું છે.
ભારતે સ્થિતિ સંભાળી
સરકાર અને રિફાઈનરીઓએ તાત્કાલિક પ્લાન-બી પર કામ શરૂ કર્યું. રશિયા સિવાય આફ્રિકન દેશો-અંગોલા, ગેબોન, ધાના અને કાંગો-થી પણ ઓઈલની ખરીદીને વધારવામાં આવી. જો કે તેની હિસ્સાદારી હજીપણ મર્યાદીત છે.
કેટલીક રાહત મિડલ ઈસ્ટ (Middle – East) થી પણ આવી
સાઉદી અરેબિયા (Saudi Arebia) એ પોતાની ઈસ્ટ-વેસ્ટ ( East-West ) પાઈપલાઈન અને યુએઈએ Habshan-Fujairah લાઈન દ્વારા સપ્લાઈ ચાલુ રાખી, જે હોર્મુઝને બાઈપાસ કરે છે.
તેનાથી આંશિક સપ્લાઈ બની રહી, પરંતુ સંપૂર્ણપણે સમસ્યા સમાપ્ત થઈ નથી. રશિયા પાસેથી વધેલી ખરીદીની પાછળ એક અન્ય કારણ એ છે કે અમેરિકા દ્વારા 30 દિવસની રાહત આપવામાં આવી છે. આ દરમિયાન એ જહાજોમાંથી ઓઈલ ખરીદવાની મંજૂરી મળી કે જે પહેલેથી જ રસ્તામાં હતા. આ કારણ છે કે ફેબ્રુઆરી સુધી ધીમી પડેલી ખરીદી માર્ચમાં અચાનક ઝડપી બની.

આગળ શું?
એક્સપર્ટ્સ માને છે કે એપ્રિલમાં રશિયા (Russia) પાસેથી ઓઈલની સપ્લાઈ મજબૂત રહી શકે છે. તેની સાથે જ ઈરાન (Iran) અને વેનેઝુએલા (venezuela) થી પણ વધુ સપ્લાઈ મળવાની આશા છે. જેનાથી દબાણ થોડું ઓછું થઈ શકે છે.
પરંતુ આ આખી કહાનીનો મોટો મેસેજ છે કે ભારતની એનર્જી સિક્યુરિટી (Energy Security) હવે માત્ર કિંમત અને સપ્લાઈનો મામલો નથી
આ સંપૂર્ણપણે જિયોપોલિટિક્સ (Geo-Politics), રુટ્સ અને ગ્લોબલ પાવર ગેમ (Global Power Game) પર નિર્ભર થઈ ચુક્યું છે અને જ્યારે દુનિયાના સમુદ્રી માર્ગો પર તણાવ વધે છે, તો તેની સીધી અસર ભારતના રસોડાં અને ભારતીયોના ખિસ્સા સુધી પહોંચે છે.

