Dailyhunt
Dhurandhar 2 એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, 14 દિવસમાં અધધ 900 કરોડને પાર

Dhurandhar 2 એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, 14 દિવસમાં અધધ 900 કરોડને પાર

Gujarat First 1 week ago
  • બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો તોફાની અંદાજ: ‘Dhurandhar 2’ એ રચ્યો ઈતિહાસ!
  • રણવીર સિંહની ‘ધુરંધર 2’ 900 કરોડની ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ
  • માત્ર 14 દિવસમાં ફિલ્મે તોડ્યા ‘ધુરંધર’ પાર્ટ-1 સહિત અનેક મોટા રેકોર્ડ
  • આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હવે ‘બાહુબલી 2’ ને ટક્કર આપવા સજ્જ
  • 14મા દિવસે સિનેમાઘરો હાઉસફુલ, કમાણીમાં બોલિવૂડના તમામ સુપરસ્ટાર્સ પછડાયા
  • ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ટોપ-3 ફિલ્મોમાં મેળવ્યું સ્થાન

રણવીર સિંહ (Ranveer Singh) સ્ટાર સ્પાય-એક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2) રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આદિત્ય ધર (Aditya Dhar) ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે 14મા દિવસે એવો રેકોર્ડ બનાવ્યો છે જે બોલિવૂડના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ અભિનેતા કે ફિલ્મ કરી શકી નથી. બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી.

Dhurandhar 2 ની 900 કરોડના ક્લબમાં એન્ટ્રી

માત્ર 14 દિવસના ટૂંકા ગાળામાં ‘ધુરંધર 2’ એ ભારતીય બોક્સ ઓફિસ પર 900 કરોડ (900 Crore Club) ના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ તે આ સિદ્ધિ મેળવનારી ભારતની પ્રથમ હિન્દી ફિલ્મ (First Hindi Film) બની ગઈ છે. અગાઉ 13મા દિવસે ફિલ્મે 27.75 કરોડનું કલેક્શન કર્યું હતું, જેનાથી તેનું કુલ નેટ કલેક્શન 899.92 કરોડ સુધી પહોંચ્યું હતું. 14મા દિવસે સવારના શોમાં જ ફિલ્મે 900 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ સાથે જ તેણે પોતાના પ્રથમ ભાગ ‘ધુરંધર’ ના 895 કરોડના લાઈફટાઈમ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.

ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ

નેટ કલેક્શનના આંકડા મુજબ, ‘ધુરંધર 2’ હવે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. તે ‘પુષ્પા 2’ અને ‘બાહુબલી 2’ (Baahubali 2) પછી ભારતની ત્રીજી સૌથી મોટી ફિલ્મ છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે આગામી દિવસોમાં આ ફિલ્મ ‘બાહુબલી 2’ ના 1031 કરોડના રેકોર્ડને તોડીને બીજા ક્રમે પહોંચી જશે. રણવીર સિંહના પાવરપેક્ડ પરફોર્મન્સ અને આદિત્ય ધરના શાનદાર વિઝ્યુઅલ્સને કારણે ફિલ્મને સમગ્ર ભારતમાંથી અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First