Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Diu Gangeshwar Mahadev Temple: દીવ દરિયાકિનારે મહાદેવનો જળાભિષેક

Diu Gangeshwar Mahadev Temple: દીવ દરિયાકિનારે મહાદેવનો જળાભિષેક

Gujarat First 2 weeks ago

Diu Gangeshwar Mahadev Temple: દીવના રમણીય દરિયાકિનારે બિરાજમાન અને પાંચ પાંડવોની આસ્થા સાથે જોડાયેલા પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારે શિવભક્તોનું વિશાળ માનવ મહેરામણ ઉમટ્યું છે. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવીને દર્શન કર્યા હતા, જેના કારણે સમગ્ર પરિસર 'હર હર મહાદેવ'ના ગુંજારવથી ગુંજી ઉઠ્યું હતું.

અહીં અરબી સમુદ્રની ઉછળતી લહેરો દ્વારા સ્વયંભૂ શિવલિંગોનો જળાભિષેક થતો હોય તેવું અદભુત દ્રશ્ય જોવા મળે છે, જ્યાં દરિયાની મોજાઓ અને ભક્તિનો પવિત્ર સંગમ શિવભક્તો માટે આસ્થાનું પ્રબળ કેન્દ્ર બન્યો છે. જુઓ વીડિયો..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First