- યાત્રાધામ Dwarka માં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘસારો
- વેકેશન, અધિક માસ અને વીકેન્ડનો ત્રિવિધ સંયોગ
- વહેલી સવારથી દ્વારકાધીશના દર્શને ઉમટ્યા હજારો ભક્તો
- જગતમંદિરના સ્વર્ગ અને મોક્ષ દ્વારે ભક્તોની લાંબી કતારો
- ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું
Dwarka News: યાત્રાધામ દ્વારકા હાલ ભક્તિમય બની ગયું છે. ઉનાળુ વેકેશન, પવિત્ર અધિક માસ અને વીકેન્ડનો ત્રિવિધ સંયોગ સર્જાતા ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે.
વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના શિશ ઝુકાવવા માટે ઉમટી પડ્યા હતા, જેને લઈ જગતમંદિર પરિસર ભક્તોથી ગુંજી ઉઠ્યું છે.
યાત્રાધામ Dwarka માં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘસારો
જેમ હરિદ્વારમાં ગંગા સ્નાનનું મહત્વ છે, તેવું જ અનેરું મહત્વ દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવાનું માનવામાં આવે છે. આજે વહેલી સવારથી જ ભાવિકોએ પરિવાર સાથે ગોમતી ઘાટ પર પહોંચી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. અધિક માસ હોવાથી ગોમતી સ્નાન કરવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે ગોમતી નદીના ઘાટો પર ભક્તોની ભારે ભીડ જામી હતી.
મંગળા આરતી પહેલા જ લાંબી કતારો
દ્વારકાધીશના દર્શન કરવાની એટલી ઉત્કંઠા હતી કે વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જગતમંદિરના સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર પર જોવા મળી હતી. મોટી સંખ્યામાં આવતા યાત્રિકો અને સહેલાણીઓને કારણે દ્વારકા નગરીમાં ભક્તિનો અભૂતપૂર્વ માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ દર્શનાર્થીઓની વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Banaskantha News: પીકઅપ સ્ટેશનમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી, યુવકે બચાવ્યો જીવ

