Dailyhunt
Gandhinagar: બંગાળમાં 'કમળ' ખીલતા કમલમમાં જલસો, ઝાલમુરીની જયાફત સાથે વિજયોત્સવ

Gandhinagar: બંગાળમાં 'કમળ' ખીલતા કમલમમાં જલસો, ઝાલમુરીની જયાફત સાથે વિજયોત્સવ

Gujarat First 1 week ago
  • Gandhinagar કમલમ ખાતે ભાજપની જીતની ઉજવણી
  • ચૂંટણીમાં ચર્ચિત ઝાલમુરી સાથે કમલમમાં ઉજવણી
  • નેતાઓ અને કાર્યકરોએ ઝાલમુરીની જયાફત માણી
  • બંગાળમાં જીતને લઇ ભાજપમાં ઉલ્લાસનો માહોલ

Gandhinagar: પશ્ચિમ બંગાળ સહિત ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના શાનદાર વિજયને પગલે આજે ગુજરાત ભાજપના મુખ્યાલય 'કમલમ' ખાતે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બંગાળની જીતને ખાસ બનાવવા માટે ભાજપે આજે ગાંધીનગરમાં 'બંગાળી ફ્લેવર' સાથે ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલી દરમિયાન કરેલા 'ઝાલમુરી'ના ઉલ્લેખને સાર્થક કરતા આજે કમલમ ખાતે ઝાલમુરીની ખાસ લારીઓ લગાવવામાં આવી હતી.

બંગાળમાં 'કમળ' ખીલતા Gandhinagar ના કમલમમાં જલસો

સવારથી જ કાર્યકરો ઢોલ-નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડી જીતને વધાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ અને અન્ય વરિષ્ઠ નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. નેતાઓ અને કાર્યકરોએ સાથે મળીને બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી'ની મિજબાની માણી હતી. બંગાળમાં લાંબા સમય બાદ ભાજપના મજબૂત દેખાવને પગલે ગુજરાતના કાર્યકરોમાં પણ એક નવો જોમ જોવા મળ્યો હતો.

LIVE:Umreth By-election Result: "આ જીત મારા પિતાને શ્રદ્ધાંજલિ છે" વિજય બાદ હર્ષદ પરમારનું નિવેદન

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First