Dailyhunt
Gandhinagar: મહિલા દિવસે આશા વર્કરોનું ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, શું છે માંગણીઓ?

Gandhinagar: મહિલા દિવસે આશા વર્કરોનું ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, શું છે માંગણીઓ?

Gujarat First 1 month ago
  • Gandhinagar: સત્યાગ્રહ છાવણી ખાતે આશા વર્કરોનો ઉગ્ર વિરોધ
  • ગાંધીનગરમાં આશા વર્કર અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • મહિલા દિવસે શોષણ અને અન્યાય સામે આક્રોશ રેલી

Gandhinagar: આજે જ્યારે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં સ્થિત સત્યાગ્રહ છાવણી (Satyagrah Chhavni) ખાતે કંઈક અલગ દ્શ્યો સર્જાયા છે.

રાજ્યભરમાંથી આવેલી હજારો આશા વર્કર (Asha Workers) બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અને વર્ષોથી થતા અન્યાય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. હાથમાં કાળી પટ્ટી ધારણ કરી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ઉલ્ખેનીય છે આશા વર્કરોએ પોતાના હકો માટે આ પહેલીવાર નહીં પણ અનેકવાર આંદોલન કરવામાં આવ્યા છે છતાં તેમના પ્રશ્નોનો નિકાલ ન થતો હોવાના આક્ષપે છે. જેથી આશા વર્કરો હવે લડી લેવાના મૂડમાં છે.

Gandhinagar: પોલીસ અને આશા વર્કરો વચ્ચે તીખી તકરાર

આ આંદોલન ત્યારે વધુ ઉગ્ર બન્યું જ્યારે આશા વર્કરોએ રેલી કાઢીને સચિવાલય તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો. આ સમયે પોલીસ (Police) અને મહિલા પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું. પોલીસે આશા વર્કરોને રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, પરંતુ મહિલાઓનો આક્રોશ એટલો વધુ હતો કે પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે. આશા વર્કરોનો આક્ષેપ છે કે મહિલા દિવસે જ તેમની અટકાયત કરીને સરકાર તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

શોષણ અને અન્યાય સામે આક્રોશ રેલી

આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેઓ આરોગ્ય ક્ષેત્રે પાયાનું કામ કરે છે, છતાં તેમને યોગ્ય વેતન અને કામના કલાકોની કોઈ સુવિધા મળતી નથી. કાળી પટ્ટી (Black Ribbon) બાંધીને આ બહેનોએ સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે રેલી વધુ આગળ વધે તે પૂર્વે જ ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) કડક કાર્યવાહી હાથ ધરી હતી. અનેક મહિલા આગેવાનો અને આશા વર્કરોની અટકાયત (Detention) કરવામાં આવી. પોલીસ વાનો ભરીને બહેનોને હેડક્વાર્ટર લઈ જવામાં આવી છે. આ અટકાયતને પગલે આશા વર્કરોમાં વધુ રોષ જોવા મળ્યો છે. મહિલા દિવસના અવસરે જ મહિલાઓની અટકાયત થતા વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનોમાં પણ ખળભળાટ મચી ગયો છે.

માંગણીઓ સંતોષવા મક્કમ નિર્ધાર

આશા વર્કરોની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગાર, પેન્શન યોજના અને સરકારી કર્મચારી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ગાંધીનગરના રસ્તાઓ પર આજે મહિલા શક્તિનો પરિચય જોવા મળ્યો, જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First