Gandhinagar NEWS : ગુજરાતમાં દરિયાઈ કાચબાઓના સંરક્ષણ અને ઝીંગાની આંતરરાષ્ટ્રીય નિકાસને વેગ આપવા માછીમારો પ્રથમવાર 'ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ' (TED) નો ઉપયોગ કરશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટથી માછીમારોને થતા આર્થિક લાભ વિશે વિગતવાર જાણો.
Gandhinagar NEWS : દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ (Gujarat State Fisheries)ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યું છે.
'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' અંતર્ગત રાજ્ય સરકારે માછીમારોની ફિશિંગ નેટમાં પ્રથમવાર 'ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ' Turtle excluder device (TED) લગાવવાનો નિર્ણય લીધો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ કાચબાઓનું રક્ષણ કરવાનો અને ગુજરાતના સીફૂડ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય બજારોના દ્વાર વધુ મોકળા કરવાનો છે.
Gandhinagar NEWS : યોજનાની ફાળવણી અને ખર્ચ
મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)ની જાહેરાત અનુસાર, રાજ્યના 8625 માછીમારોને100% સરકારી સહાયથી વિનામૂલ્યે TED પૂરા પાડવામાં આવશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 20.96કરોડ થશે.
કેવી રીતે કામ કરે છે TED?
આ ઉપકરણ ઝીંગા પકડવાની ટ્રોલનેટમાં લગાવવામાં આવે છે. તે ઝીંગાને જાળીમાં જાળવી રાખે છે, જ્યારે કાચબા જેવા મોટા દરિયાઈ જીવોને 'એક્ઝિટ ફ્લેપ' મારફતે સુરક્ષિત રીતે બહાર નીકળવાનો માર્ગ પૂરો પાડે છે.
નિકાસ અને આર્થિક લાભ
ભૂતકાળમાં કાચબાઓને થતા નુકસાનના કારણે અમેરિકાએ ભારતીય 'Wild Coat Shrimp' (દરિયાઈ ઝીંગા) ની આયાત પર અંકુશ મૂક્યો હતો. TED ના ઉપયોગથી આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન મેળવવું સરળ બનશે, જેનાથી અમેરિકા સહિતના દેશોમાં ઝીંગાની નિકાસ પુનઃ શરૂ થશે અને માછીમારોની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
ગુજરાતને સૌથી વધુ ફાળવણી
ભારત સરકાર દ્વારા દેશભરમાં સૌથી વધુ 8925 યુનિટ્સ એકમાત્ર ગુજરાતને મંજૂર કરવામાં આવ્યા છે.
આ વિશિષ્ટ ડિવાઇસ ICAR - સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી (કોચી) દ્વારા અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ધારાધોરણો અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના પ્રયાસોથી અમલમાં મુકાયેલો આ પ્રોજેક્ટ પર્યાવરણીય સંતુલન અને આર્થિક વિકાસનો શ્રેષ્ઠ સમન્વય છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અબોલ દરિયાઈ જીવોનું રક્ષણ થશે અને માછીમારોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થતાં ગુજરાતની 'બ્લુ ઇકોનોમી''Blue Economy' વિશ્વ ફલક પર નવી ઊંચાઈઓ સર કરશે.
:GSRTC APP Record: GSRTC એપથી રેકોર્ડબ્રેક ટિકિટ બુકિંગ, DyCM હર્ષભાઈ સંઘવીએ મુસાફરો સાથે કર્યો સંવાદ

