કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી છે. અમિતભાઇ શાહે ટાઈપ વન ડાયાબિટીસગ્રસ્ત બાળકીઓએ રક્ષાસૂત્ર બાંધાવી રક્ષાબંધન પર્વ ઊજવ્યું છે. દીકરીઓના ઉત્તમ સ્વાસ્થ્ય માટે અમિતભાઇ શાહે શુભેચ્છા પાઠવી અને ગાંધીનગરમાં બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલીનનો લાભ મળશે એવી પણ માહિતી આપી. સ્ક્રીનિંગથી સારવાર સુધી સંકલિત વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી છે.
કેન્દ્ર સરકારની પહેલ હેઠળ નિઃશુલ્ક ઇન્સ્યુલીન અપાશે. આથી, ગરીબ પરિવારો પર સારવારનો આર્થિક બોજ ઘટશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ PM મોદી સરકારની આ ઐતિહાસિક પહેલ ગણાવી છે. તેમણે કહ્યું કે, દીકરીના સ્વાસ્થ્યની રક્ષા ભાજપની પ્રતિબદ્ધતા છે. સેવા, સંવેદના, સુરક્ષાના સંકલ્પનું પ્રતિબિંબ છે.......જુઓ અહેવાલ........

